ગુજરાતના ક્યા ટોચના IPS અધિકારીએ સુષ્મા સ્વરાજને ટ્વિટ કરીને મુશ્કેલી જણાવી? સુષ્માએ કલાકોમાં ઉકેલી સમસ્યા
ઈન્ટરબેકનની ઈન્ટરબેકન હોસ્પિટલમાં હાલમાં તેઓની સારવાર ચાલી રહી છે. તેઓ એકલાં છે અને ત્યાંના સ્થાનિકની મદદ નથી મળી રહી નથી. ત્યાંના સ્થાનિકની મદદ મળે તે માટે તેમણે સુષમા સ્વરાજની મદદ માગી હતી. તેમના પરિવારને મદદ પહોંચાડવા માટે કરાયેલા ટ્વિટ બાદ કેશવકુમારે એક અખબાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પરિવારને મદદ મળી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી માહિતી મુજબ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી કેશવ કુમારે સુષમા સ્વરાજ પાસે મદદ માગી હતી. કેશકુમારના ભાઈ અને ભાભી સ્વિટ્ઝરલેન્ડમાં અટવાઈ ગયા હતા. કેશકુમારના ભાઈ અશોક (70) અને પત્ની રીટા દેવી સ્વિટ્ઝરલેન્ડમાં આલ્પ્સમાં વેકેશ ગાળવા માટે ગયા હતા.
આ દરમિયાન બર્ન કેન્ટનના ઇન્ટરલેકન ટાઉનમાં રીટા દેવી બરફ પરથી લપસી જવાને કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું. બાદમાં ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યૂરોમાં સ્પેશિડય ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા આઈપીએસ અધિકારી કેશવકુમારે સુષમા સ્વરાજ પાસે મદદ માગતા કહ્યું કે, તેમના ભાભીને સર્જરી કરાવવી પડે તેમ છે અને તેના ભાઈ વિદેશમાં એકલા છે.
અમદાવાદઃ મોદી સરકારમાં સૌથી વધારે એક્ટિવ જો કોઈ મંત્રી હોય તો તે છે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ. સોશિયલ મીડિયા દ્વારા પણ હંમેશા લોકોને મદદ કરવા તત્પર રહેતા વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આ વખતે ગુજરાતના IPS અધિકારીના એક ટ્વિટ પર તેની સમસ્યાનું સમાધાન કરી આપ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -