Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
મુખ્યમંત્રી રૂપાણી સામે 20 વર્ષ જૂના કેસમાં કોર્ટનું સમન્સ, રાજકોટ ભાજપના ટોચના નેતા જ છે રૂપાણી સામે, જાણો વિગત
કશ્યપ શુક્લે તે પછી સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન, મહામંત્રી સહિતના હોદ્દા પણ મેળવ્યા હતા અને હાલમાં ભાજપના કોર્પોરેટર તથા ટોચના નેતા મનાય છે. વિજય ચૌહાણ હાલમાં કોંગ્રેસમાં છે જ્યારે નિલેશ પંડયા ભૂતપૂર્વ કોર્પોરેટર છે. આ લોકો સામેની 20 વર્ષ જૂની ફરિયાદમાં હાજર થવાનું સમન્સ મળતાં હવે શું થાય છે તે જોવાનું રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે આ કેસમાં ફરિયાદી તરીકે રૂપાણીને હાજર રહેવા 19 એપ્રિલે કોર્ટમાં હાજર થવા અદાલત દ્વારા સમન્સ ઈસ્યુ કરવામાં આવ્યું છે. આ કેસના આરોપી કશ્યપ શુક્લ પાછળથી ફરીથી ભાજપમાં જોડાઈ ગયા હતા, અને ભાજપની ટિકિટ પરથી જ રાજકોટ-1 વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડી હારી ગયા હતા.
આ બનાવ 7 એપ્રિલ 1997ના રોજ બન્યો હતો. વિજયભાઈ રૂપાણીએ પ્ર.નગર પોલીસમાં બીજા દિવસે રાજપાના તત્કાલીન આગેવાન કશ્યપ શુક્લ, વિજય ચૌહાણ, નિલેશ પંડયા, હરેશ નકુમ, રાજેશ સોનપાલ વગેરે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપીઓની ધરપકડ પણ જે તે વખતે કરવામાં આવી હતી.
રાધનપુર બેઠકની પેટાચૂંટણીમાં વાઘેલા સરસાઈમાં હોવાથી ઉત્સાહમાં આવી ગયેલા રાજપાના કાર્યકરોએ ટોળા સ્વરૂપે નિકળી રૂપાણીના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં આવેલા મકાન બહાર સૂત્રોચ્ચાર કરી પત્થરમારો કર્યો હતો. આ ઉપરાંત સળગતા ફટાકડા ફેંકી મકાનની બારીમાં નુકસાન કરતાં રૂપાણીએ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપમાં બળવો કરી શંકરસિંહ વાઘેલાએ 1997માં રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)ની રચના કરી હતી અને મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે છ મહિનામાં વિધાનસભામાં ચૂંટાવાનું હોવાથી રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડયા હતા. રૂપાણી એ વખતે રાજકોટના મેયર હતા અને રાધનપુરના ચૂંટણી પ્રચારમાંથી પરત ફર્યા હતા.
રાજકોટઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે 20 વર્ષ જૂના એક કેસમાં હાજર થવા સમન્સ નિકળ્યું છે. આ કેસમાં રૂપાણી ફરિયાદી છે. રાજકોટના સિનિયર સિવિલ જજ આર.ડી. મહેતાએ રૂપાણીને 19 એપ્રિલે હાજર થવા સમન્સ ઈસ્યુ કર્યું છે. રસપ્રદ બાબત એ છે કે આ કેસમાં રૂપાણીએ ફરિયાદ કરી હતી તે પૈકી કશ્યપ શુક્લ ભાજપમાં જ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -