આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં સોમવારે સવારના ૮ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીમાં ૧૪ જિલ્લાના ૬૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં ૯ ઇંચ અને પારડી, વાપી તથા ઉમરગામ તાલુકાઓમાં ૭ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ૭ ઇંચ વરસાદ થયો છે. સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડામાં ૬ ઇંચ, તાપીના ડોલવણમાં ૬ ઇંચ, ડાંગના વઘઇમાં પાંચ ઇંચ અને નવસારીના ચીખલી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી બે દિવસોમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ જિલ્લાઓમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સાબદું છે. અધિકારીઓ ફરજ પર તહેનાત છે. એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટૂકડીઓને આગોતરાં પગલાં તરીકે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
રાજ્યભરમાં ત્રણ દિવસમાં ચોમાસુ સક્રિય થશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અતિભારે વરસાદના પગલે દરિયાઇ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.
અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં અતિભારે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે જ અમદાવાદ, ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, પાછલા 48 કલાકમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને નોર્થ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાયકલોનિક સર્યુલેશનના પગલે ભારે વરસાદનો માહોલ બન્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -