Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ડાંગમાં વાવાઝોડા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો ડાંગમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીના વાંસદા ખાતે પણ એક ઈંચ વરસાદ પડયો હતો અને ખેરગામમાં ઝાંપટા ચાલુ રહ્યા હતા. જયારે સુરતમાં સવારથી છવાયેલા વાદળો બપોર બાદ ગાયબ થઈ જતાં તડકો નીકળ્યો હતો. ભારે ગરમી અને ઉકળાટ છવાયો હતો.
ઠેર-ઠેર વૃક્ષો તેમજ વીજ કંપનીના ઇલેક્ટ્રિક પોલ, ડી.પી. વિગેરે ધરાશયી જતાં વીજતારો તૂટી જવાની ઘટનાને લઇને આખી રાત નિઝર અને કુકરમુંડાના ગામોમાં અંધારપટ છવાયેલો રહ્યો હતો. કેટલાંક ઘરોના છાંપરા ઊડી જતાં પરિવારજનો કફોડી સ્થિતિમાં મુકાયા હતા. જો કે વાવાઝોડાથી થયેલા નુકશાન અંગે કોઇ પણ જાણ તાલુકા મથક સુધી પહોંચી નથી.
જોકે ડાંગના વઘઈથી ઉત્તરીય દિશામાં મહાલ સુધી જ ધોધમાર વરસાદ પડતા આ વિસ્તારના ખેડૂતોમાં આનંદ છવાયો હતો. તેમજ શીતલહેર વ્યાપી જતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. વાવાઝોડામાં વાંકાથી પ્રકાશા તરફ જતાં રસ્તાની આસપાસ આવેલા વર્ષો જૂના બાવળના વૃક્ષો રોડ ઉપર ધરાશયી થતાં વાહનચાલકો પરેશાન થયા હતા.
જિલ્લામાં શુક્રવારે વઘઇ તાલુકાના શિવારીમાળ, સાકરપાતળ, બાજ, આંબાપાડા, વઘઇ કાલીબેલ વિસ્તારમાં સવારે એક કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેથી સુકીભઠ્ઠ થયેલી પૂર્ણા અને ગીરા નદીમાં નવા નીર વહેતા થયા હતા. જેને જોવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતાં.
શુક્રવારે સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ વઘઇમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે આહવા પંથકમાં 1 ઈંચ, સુબીર પંથકમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે નવસારી જિલ્લાના વાંસદા ખાતે એક ઈંચ અને ખેરગામ પંથકમાં ઝાંપટા નોંધાયા હતા.
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ સહિત ઉત્તર ડાંગ વિસ્તારમાં શુક્રવારે સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે નાળાં, કોતરો છલકાઈ ગયા હતાં અને સુકીભઠ્ઠ ધરતી વરસાદથી તરબોળ થતાં આહ્લાદક વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ડાંગ: દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્રને અડીને આવેલા બે આદિવાસી જિલ્લાઓ ડાંગ અને તાપીમાં આજે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. ડાંગના વઘઈમાં 5 ઈંચ, સુબિરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તાપીના ઉચ્છલ- નિઝરમાં 40 મી.મી. જેટલાં વરસાદને પગલે ઠેર-ઠેર ઇલેક્ટ્રિક ડી.પી. અને વૃક્ષો ધરાશયી થતાં વાહન ચાલકોએ ભારે મુશ્કેલી અનુભવી હતી. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ધમાકેદાર વરસાદે ડાંગમાં મોડી રાત્રે વિરામ લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -