યુવતી સાથે પતિ રૂમમાં રંગરેલિયા મનાવતો હતો અને પત્નીએ બહારથી રૂમ બંધ કરી દીધો પછી શું થયું, જાણો વિગત
181ના કાઉન્સિલર બીનલબેને જણાવ્યું હતું કે, યુવક-યુવતીને બહાર કાઢવા બહુ પ્રયાસ કર્યો હતો. પરંતુ બહાર ન આવતાં એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને તેના મિત્રો, સહકર્મીઓને બોલાવી વાતચીત કરાવી બંનેને બહાર કાઢી પોલીસ રક્ષણ હેઠળ લઈ જવાયા હતા. યુવતીએ તેના પતિ અને તેની પ્રેમિકા યુવતી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તેણીએ ક્વાર્ટસના મુખ્ય દરવાજાને તાળું મારી દીધું હતું અને યુવતીના ભાઈને ફોન કરી તેના પતિ સાથે રંગરેલીયા મનાવતા રૂમમાં પૂરી દીધી છે. ત્યાર બાદ તેણીએ 7.19 મિનિટે અભયમ 181ને ફોન કરી જાણ કરી હતી. સિવિલમાં ઓપ્થેલ્મિક ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા યુવકને સિવિલ ક્વાર્ટસમાં કથિત તબીબ યુવતી સાથે પૂરી દીધાની વાતને લઈ લોકો ભેગા થઈ ગયા હતા.
યુવતીને તેના સાસુ-સસરાને જાણ કરતાં તેમણે તારી પાસે પ્રુફ હોય તો લાવ તેમ કહી વાત ધ્યાને ન લઈ નવ મહિના અગાઉ કાઢી મૂકી હતી. પતિને રંગેહાથ પકડવાના ધ્યેય સાથે તેણીએ ગુરુવારે બપોરે પતિના ક્વાર્ટસની વોચ શરૂ કરી હતી અને સાંજે 6 વાગ્યે પહેલાં તેનો પતિ અને થોડીવાર પછી યુવતી આવી હતી.
ઈડરના ચિત્રોડા ગામની યુવતીના લગ્ન 7 વર્ષ અગાઉ ઈડરના મેસણ ગામના યુવક સાથે થયા હતા. યુવક ઓપ્થેલ્મિક ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતો હોઈ હિંમતનગર મેડિકલ કોલેજમાં સિવિલ સ્ટાફ ક્વાર્ટસમાં રહેતો હતો. યુવકને હોસ્ટેલમાં રહેતી ખેડબ્રહ્માના લક્ષ્મીપુરાની યુવતી સાથે આંખ મળી ગઈ હતી અને તેના લગ્નેતર સંબંધોની જાણ પત્નીને થઈ જતાં વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.
મોડી સાંજે ટેક્નિશિયન અને સેબલીયા પીએચસીમાં ફરજ બજાવતી યુવતીને પોલીસ રક્ષણ સાથે લઈ જવાયા હતા. આ મામલે પત્નીએ તેના પતિ અને યુવતી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ વાતની જાણ થતાં યુવતીના પરિવારજનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં.
હિંમતનગર: હિંમતનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટસમાં ગુરુવારે સાંજે અન્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતા પતિને રૂમમાં પૂરી દીધા બાદ પત્નીએ અભયમ 181ની ટીમને બોલાવી હતી. આ ઘટના પગલે હોબાળો મચી ગયો હતો જેના કારણે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતાં.