Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અમરેલી: રાજુલા નજીક ટ્રક 15 ફૂટ ઊંચા પૂલ પરથી નીચે ખાબકી, 7નાં મોત
મૃતકોમાં ચાર લોકો એક જ પરિવારના છે. તમામ લોકો મહુવા તાલુકાના મોટા જાદરા ગામના કોળી પરિવારના છે, જેઓ ઉના તાલુકાના સોખડા ગામે પુત્રની સગાઈના પ્રસંગે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅકસ્માતના પગલે ભાવનગર અને અમરેલી જિલ્લાનું સમગ્ર તંત્ર તાબડતોબ કામે લાગ્યું અને શક્ય એટલા લોકોને જીવ બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો. વિસ્તારના ધારાસભ્ય અંબરીશ ડેર તથા પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ કાર્યકરો સાથે સેવા કરવા માટે દોડી આવ્યા અને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
અમરેલી: ભાવનગર-સોમનાથ હાઈવે પર ગંભીર અકસ્માતમાં 7 લોકોનાં મોત થયાં છે, જ્યારે 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. અમરેલીના રાજુલામાં આવેલા નિંગાળા ગામ નજીક એક નાલા પર આવેલા 15 ફૂટ ઉંચા પૂલ પરથી ટ્રક નીચે ખાબકી હતી જેના કારણે ટ્રકમાં સવાર અંદાજે 60 લોકોમાંથી સાતનાં ઘટના સ્થળે મોત થયાં છે જ્યારે 25થી વધુ લોકોને ઈજા પહોંચી છે.
રાજુલા તાલુકાના તમામ સરકારી ડોક્ટરો તથા ખાનગી હોસ્પિટલની ટીમો પણ સેવા આપવા માટે રાતોરાત દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળી રહેતાં મૃત્યુઆંક ઘટાડી શકાયો હતો. 10થી વધુ લોકોની હાલત વધુ ગંભીર જણાતા તેઓને મહુવાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
અકસ્માત થતાં આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. ટ્રક પૂલ પરથી નીચે પટકાતાં લોકો ટ્રક નીચે દબાઈ ગયાં હતા જેને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં જ 14થી વધુ એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને સારવાર માટે રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -