ગુજરાતમાં ‘પદ્માવતી’ ફિલ્મ રિલીઝ નહીં થવા દે તો અમે ભાજપને જિતાડી દેશું, કોણે આપી આ ધમકી? જાણો વિગતે
અમદાવાદ: 16,000 મહિલાઓ સાથે સતી થનારા મહારાણી પદ્માવતીની લાઈફ પરથી બનેલી ફિલ્મ 'પદ્માવતી' સામે દેશભરના ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના ક્ષત્રિયોએ બીજેપી પાસે પ્રમાણમાં વિચિત્ર કહેવાય એવી અને પાર્ટી માટે ધર્મસંકટ ઉભું થાય એ પ્રકારની ડિમાન્ડ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅખિલ ગુજરાત યુવા સંઘની આ ડિમાન્ડ પર શંકરસિંહ વાઘેલા પણ ખુશ થયા હતા અને તેમણે કહ્યું હતુ કે, વાત એકદમ સાચી છે. બીજેપી જે હિન્દુત્વની વાતો કરે છે અને પોકળ એ સાબિત કરવાની આ તક છે. આ ફિલ્મને એણે અટકાવવી જ જોઈએ અને વધુ નહીં તો ગુજરાતમાં તો રિલીઝ થતી રોકવી જ જોઈએ.
અખિલ ગુજરાત યુવા સંઘનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી. જાડેજાએ કહ્યું હતું કે અલાઉદ્દીન ખિલજી રાક્ષસ કરતા પણ બદતર અને ક્રૂર હતો. ખિલજીએ ગુજરાતની જનતા પર અત્યંત અત્યાચાર કર્યાના પુરાવા પણ છે. ક્ષત્રિય મહિલાઓની આનબાન અને ગુજરાતની અસ્મિતાને અસર ન થાય એ માટે આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ ન થવી જોઈએ.
અખિલ ગુજરાત યુવા સંઘે પોતાની ડિમાન્ડ સાથે જ ગુજરાતના આઠ અન્ય ક્ષત્રિય સમાજની સહમતીનો પત્ર પણ આપ્યો હતો. આ તમામ સમાજો દ્વારા ગઈકાલે ગુજરાતમાં ચાર જગ્યાએ એકટર રણબીર સિંહના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું તો મોરબીમાં અખિલ ગુજરાત યુવા સંઘ દ્વારા ફિલ્મના ડિરેકટર સંજય લીલા ભણસાલીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
અમે તો એ ફિલ્મને અટકાવવાના જ છીએ, પણ જો બીજેપી ગવર્નમેન્ટ અત્યારથી એના પર પ્રતિબંધ જાહેર કરી દે તો સમગ્ર ક્ષત્રિય સમાજ એકલા હાથે બીજેપીને જિતાડી દેશે એની ગેરંટી અમે આપીએ છીએ.'
અખિલ ગુજરાત યુવા સંઘે ગઈકાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લેટર લખીને જણાવ્યું છે કે જો બીજેપીને આવી રહેલા વિધાનસભા ઈલેક્શનમાં ક્ષત્રિય સમાજના વોટ જોઈતા હોય તો ‘પદ્માવતી’ ફિલ્મની રિલીઝ પર ગુજરાતમાં બેન મુકે અને એ ફિલ્મ ગુજરાતમાં દેખાડવામાં ન આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -