અમૂલ વૈકલ્પિક અર્થવ્યવસ્થાનું એક ઉમદા મૉડલ, ગાયના દૂધ કરતા ઉંટડીના દૂધની કિંમત બમણીઃ આણંદમાં પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે મિલ્ક કેપીટલ ઓફ ઇન્ડિયા-દૂધ નગરી, આણંદની સુપ્રસિધ્ધ અમૂલ ડેરીના મોગર સ્થિત અતિ આધુનિક ચોકલેટ પ્લાન્ટ (રેડી ટુ યુઝ થેરાપ્યુસ્ટીક ફુડ) અને ટેક હોમ રાશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીએ ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે, ઉંટડીના દૂધને લઈ મારી મજાક થતી હતી, ઉંટડીના દૂધની કિંમત ગાયના દૂધ કરતા પણ બમણી છે. ખેતરમાં પાક સાથે વીજળી પણ ઉત્પન્ન થઈ શકે. ગુજરાતના દરેક ખૂણે પશુપાલકો માટે નવી તકો. ઉત્પાદનમાં વેલ્યુ એડિશનની જરૂર છે. હવે આવશ્યક્તા કરતા વધુ ઉત્પાદન થાય છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, અમૂલ બ્રાન્ડની વિશ્વના 40 દેશોમાં ઓળખ છે. અમૂલ એક વૈકલ્પિક અર્થવ્યવસ્થાનું મોડલ છે. ડેરી ઉદ્યોગથી ખેડૂતોને નવી આજીવિકા મળી છે. માતા-બાળક સ્વસ્થ હોય તો દેશ સ્વચ્છ બની શકે.
પીએમ મોદી સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. બાદમાં તેઓ આણંદના ચોકલેટ પ્લાન્ટ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદી સાથે રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે રહ્યાં હતાં.
આણંદઃ પીએમ મોદીએ આજે ગુજરાતની મુલાકાત લીધી, આ દરમિયાન તેમને આણંદના મોગર ગામ સ્થિત રૂ. 300 કરોડના ખર્ચે તૈયાર થયેલા અમૂલના ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -