લગ્નના 15 દિવસમાં જ પત્ની અન્ય યુવક સાથે કારમાં....? જાણો વિગત
તેમની પત્ની ગીતા 15 દિવસ તેમની સાથે રહી હતી. બાદમાં ઘરમાંથી સોનાના ઘરેણાં કિંમત રૂા. 64040 તેમજ ટીવી લઇ અજાણ્યા ફોરવ્હીલ ચાલક સાથે નાસી જઇ વિશ્વાસઘાત કરી ઠગાઇ આચરી હતી. આ બારામાં હસમુખભાઇએ લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્ન બાદ 15 દિવસ સાથે રહી પત્ની સોનાના ઘરેણા લઈ નાસી ગયાની આ ઘટના લાઠીમાં બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર લાઠીમાં કેરીયારોડ આલમગીરી હોટલ પાસે રહેતા અને મિસ્ત્રી કામ કરતા હસમુખ ઠાકરશીભાઇ મકવાણા નામના યુવકે ગોંડલ તાલુકાના મોવૈયા ગામે રહેતી ગીતાબેન અરૂણભાઇ નિમાવત સાથે લગ્ન કર્યા હતા.
અમરેલીઃ લાઠીમા રહેતા એક યુવકના લગ્ન થયા બાદ તેની પત્ની 15 દિવસ તેમની સાથે રહી ઘરમાંથી સોનાના દાગીના અને ટીવી લઈ અન્ય યુવક સાથે કારમાં ભાગી જઈ વિશ્વાસઘાત કરતાં તેણે આ બારામાં લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -