રાજ્ય સરકારે બિન હથીયારી અને ઈન્ટેલીઝન્સ ઓફિસરોની જગ્યા માટે બહાર પાડી જાહેરાત, જાણો કેટલી થશે ભરતી
જ્યારે કુલ 685 જગ્યામાં બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટર (મહિલા)-73, ઇન્ટેલીજન્સ ઓફિસર (મહિલા)-19, બિન હથિયારી મદદનીશ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મહિલા)-66, આસીસ્ટન્ટ ઇન્ટેલીજન્સ ઓફિસર (મહિલા)-27 એમ મળીને કુલ 185 મહિલાની ભરતી કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાહેરાત અુસાર કુલ 685 જગ્યામાં બિન હથિયારી પોલીસ ઇન્સપેક્ટર (પુરુષ)-147, હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પુરુષ)-124, ઇન્ટેલીજન્સ ઓફિસર (પુરુષ)-40, બિન હથિયારી મદદનીશ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પુરુષ)-134, આસીસ્ટન્ટ ઇન્ટેલીજન્સ ઓફિસર (પુરુષ)-55, જગ્યા માટે કુલ 500 પુરુષોની ભરતી કરવામાં આવશે.
આ જાહેરાત અનુસાર હથિયારધારી અને બિન હથિયાયરધારી ઓફિસરોની 685 જગ્યા માટે 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે. https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર આ અંગે તમામ સૂચનાઓ 27 ઓક્ટોબરથી અપલોડ કરવામાં આવશે, જ્યાંથી ભરતી અંગે સંપૂર્ણ વિગતો જાણી શકાશે.
ગાંધીનગરઃ રાજ્યાના બેરોજગાર યુવોના માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યાના ગૃહવિભાગ દ્વારા પીએસઆઇની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આગામી સમયમાં હથિયારધારી અને બિન હથિયારધારી ઓફિસરોની 685 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -