અમદાવાદ: સંઘના નેતા સંજય જોશીના લાગ્યા પોસ્ટરો, જાણો શું લખ્યું છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Oct 2016 08:22 AM (IST)
1
અમદાવાદમાં સંઘના નેતા સંજય જોષીનાં ફરીથી પોસ્ટર્સ લાગ્યાં છે. જેમાં દીવાળીની શુભકામનાઓ આપવામાં આવી છે. તો, બીજી બાજુ સંજય જોષીના જે વિરોધીઓ છે. તેના પર પણ નિશાન સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. પોસ્ટર્સમાં લખાયું છે કે, દીવડાઓ બહાર પ્રગટાવે પ્રકાશ, શુ ભીતરથી થશે ઝળહળશે દિવાળી.. પોસ્ટરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓના ફોટો પણ લગાવાયા છે. સાથે જ સંજય જોષીનો ફોટો પણ છે. પોસ્ટરમાં અટલજી, અડવાણી, અમિત શાહ અને નરેંદ્ર મોદીના ફોટો પણ લગાવાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ પોસ્ટર્સ કોણે લગાવ્યાં છે. તે હજી જાણી શકાયુ નથી. પણ ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત ના પ્રવાસે છે ત્યારે આ પોસ્ટર ઘણું બધું કહી જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -