ઉષા રાડા સહિત રાજ્યના વધુ છ ટોચના પોલીસ અધિકારીની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?
અમદાવાદ ખાતે ઝોન 2માં ડેપ્યુટી પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા શ્રીમતિ ઉષા મહીસાગરનાં એસ.પી. તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
રાજકોટના ડીસીપી એસ.આર. ઓડેદરાને એસ.આર.પી. ગૃપ છ માં (સાબરકાંઠા જીલ્લામાં) મૂકી દેવાયા છે.
એસઆરપી ગ્રુપ 14 (વલસાડ)માં ફરજ બજાવતા બી.આર. પાંડોરને સુરત ટ્રાફિક પોલીસમાં ડીસીપી બનાવાયા છે.
અમદાવાદ ડીસીપી શહેર કંટ્રોલ તરીકે ફરજ બજાવતા બલરામ મીનાને રાજકોટ ડી.સી.પી. તરીકે બદલવામાં આવ્યા છે.
બદલીના આ હુકમોમાં સિનીયર એસ.પી. એચ.આર મુલીયાણા (એસ.આર.પી કમાન્ડન્ટ ગાંધીનગરને)ને અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ડેપ્યુટી પોલીસ કમીશ્નર પદે નિમણુક આપવામાં આવી છે.
સુરતના ટ્રાફીક બ્રાન્ચમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા આર.એફ સંગાડાને અમદાવાદ ઝોન 2 ખાતે બદલવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ ખાતામાં બદલીઓનો દર શરૂ થયો છે. ગુજરાત સરકારે સોમવારે આ ક્રમને આગળ ધપાવીને વધુ છ આઈપીએસ અધિકારીની બદલી કરી છે. ગૃહ વિભાગ દ્વારા જોઈન્ટ સેક્રેટરી નિખિલ ભટ્ટની સહીથી એસ.પી. કક્ષાનાં છ આઈ.પી.એસ. અધિકારીઓના બદલીના હુકમો થયા છે.