જ્યાં Narendra Modi ચા વેચતા હતા એ વડનગર રેલવે સ્ટેશનની આઠ કરોડના ખર્ચે કાયાપલટ થશે
વડનરગ શહેર નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ છે. મહેસાણા જિલ્લામાં વડનરગ તથા આસપાસનાં સ્થળોના પર્યટનની દષ્ટિએ વિકાસમાં કુલ ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી મનોજ સિંહાએ જણાવ્યું કે, ગુજરાતના વડનગર રેલવે સ્ટેશનના વિકાસ કાર્ય માટે આઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બાળપણના દિવસોમાં ચા વેચતા હતા.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બાળપણમાં હું અવારનવાર વડનગર રેલવે સ્ટેશન પર મારા પિતા સાથે ચા વેચતો હતો.
૧૦૦ કરોડ રૂપિયાની આ યોજનામાં વડનગર, મોઢેરા અને પાટણને પર્યટનસ્થળો તરીકે વિકસાવવાના આયોજનનો સમાવેશ છે. હાલમાં વડનગર રેલવે સ્ટેશનના વિકાસ માટે પર્યટનમંત્રાલયે ૮ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -