હાર્દિક નલિયા સેક્સકાંડની પીડિતાની લેશે મુલાકાત, ભાજપમાં ખળભળાટ
નલિયા સેક્સકાંડનો મામલામાં ભાજપાના હોદ્દેદારો અને કાર્યકરોની સંડોવણી બહાર આવી છે. ત્યારે વિરોધપક્ષો આ મામલે શાસકપક્ષને ભીંસમાં લેવાના પ્રયત્ન કરી રહ્યા છે. નલિયા સેક્સકાંડનો આમ આદમી પાર્ટી અને કોંગ્રસે વિરોધ ચાલુ રાખ્યો છે. ત્યારે હવે સોમવારે પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ સોમવારે નલિયા આવી રહ્યો છે. હાર્દિક નલિયા પહોંચીને પીડિતાના પરિવારને મળીને તેમના ખબર અંતર પૂછશે. હાલ એવું પણ કહેવાઈ રહ્યું છે કે સોમવારે ભુજના ટાઉન હોલમાં 500 કાર્યકરની સભા યોજાઇ શકે છે.
તો 13મી ફેબ્રુઆરીના પાસના નેતા હાર્દિક પટેલ પણ આવી રહ્યો છે. સૌપ્રથમ રેપ કેસની પીડિતાના પરિવારની મુલાકાત લેવા નલિયા જશે, એમ પાસના કાર્યકર વરૂણ પટેલે મહેસાણાથી જણાવ્યું હતું. હાર્દિક ત્યારબાદ ભુજ તાલુકાના માધાપરમાં પાસના કાર્યકરો સાથે મીટિંગ યોજે તથા ભુજમાં આ કાંડ વિશે ખાસ નિવેદનો જાહેર કરે તેમ સંભાવના ઉભી થઇ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભુજમાં શનિવારે 11મી ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે આમ આદમી પાર્ટી દ્વારા નલિયા સેક્સકાંડના વિરોધમાં પદયાત્રા યોજાશે. જેમાં કચ્છના આપના પ્રભારી સોનુ ચૌબે હાજર રહેશે. હમીરસરથી પશ્ચિમ કચ્છના પોલીસ વડાની કચેરી સુધી યોજાનારી આ પદયાત્રામાં કચ્છના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સામેલ થશે.
ભુજ: નલિયા સેક્સકાંડનો મામલાએ રાજકીય રંગ પકડ્યો છે ત્યારે રાજ્યની સરકાર સાથે ઘણા નેતાઓ હલી ગયા છે. તો બીજી તરફ હાર્દિક પટેલે સોમવારે નલિયા જઇને પીડિત પરિવારને મળવાની જાહેરાત કરતા મામલો વધારે ગરમાયો છે. હાર્દિકની આ જાહેરાતથી ભાજપા ભયમાં મૂકાયું છે.