નલિયા સેક્સકાંડઃ યુવતીઓને નેતાઓ સુધી પહોંચાડવાનું કામ કરતી ‘ભાભી’ કોણ?, જાણો ચોંકાવનારો ખુલાસો
જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, પીડિતા સાથે થયેલાં રેપ કેસમાં ભાભીનો રોલ નથી, તેમ છતાં તેની પૂછપરછ કરવામાં આવશે. નલિયા ગેંગરેપના કથિત આરોપી અતુલ ઠક્કરનું નામ આ સેક્સ કાંડમાં સામે આવ્યું છે. અતુલ લોહાણા સમાજની વાડીના ભોજનાલયનું સંચાલન કરતો હતો અને અહીં રોટલી વણવા ગયેલી ભાભી સાથે તેની ઓળખાણ થઇ હતી.
સૂત્રોના કહેવા પ્રમાણે, જો પોલીસ ભાભીની ધરપકડ કરી તેનો મોબાઇલ કબજે કરે તો તેની પાસેથી સેક્સ રેકેટમાં ધકેલાયેલી યુવતીઓની વિગત અને તેમનો દુરુપયોગ કરનારા આગેવાનો, શ્રીમંતોની ઓળખ શક્ય બને.
ગેંગરેપની પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં કેટરિંગના કામમાં રોકાયેલી યુવતીઓને ભાભી સારાં કપડાં પહેરાવી ગાડીમાં લઇ જતી હોવાના ઉલ્લેખે લાંબા સમયથી ચાલતા હાઇપ્રોફાઇલ સેક્સરેકેટનો પર્દાફાશ કર્યો છે. જોકે, હાલમાં ભાભી પોલીસના ડરે ભૂગર્ભમાં ઉતરી ગઇ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તે શિબિર દરમિયાન ક્યા નેતાને કઇ યુવતી પાણી આપવા કે જમવા પીરસવા જશે તે સહિતની ગોઠવણ આ ‘ભાભી’એ કર્યું હતું. સેક્સ સ્કેન્ડલની માસ્ટરમાઇન્ડ ‘ભાભી’ કોણ છે તેને લઇને અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે.
ભૂજઃ નલિયા સેક્સ કાંડમાં દિવસેને દિવસે વધુ ખુલાસાઓ થઇ રહ્યા છે. તાજેતરમાં જ ખુલાસો થયો છે કે આ સેક્સકાંડની મુખ્ય ભેજાબાજ ‘ભાભી’ તરીકે ઓળખાતી એક મહિલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક વર્ષ અગાઉ આયોજીત ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં ભોજનનો કોન્ટ્રાક્ટ પણ આ ભાભીએ લીધો હતો.