રાજ્યના ગૃહ ખાતાએ ક્યા ત્રણ DySPની કરી બદલી ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Jun 2018 11:50 AM (IST)
1
ગૃહ ખાતાએ કરેલી આ બદલીમાં ગાંધીનગર સ્ટેટ ટ્રાફિકના આર,ડી જાડેજા, પાલીતાણાના પિયુષ પિરોજીયા અને રાજકોટ રેલવેના બી,એસ,જાદવ એમ રાજ્યના ત્રણ ડીવાયએસપીની અચાનક બદલીઓ કરાઈ છે. આ અધિકારીઓને નવી જગાએ મૂકાયા છે.
2
અમદાવાદઃ રાજ્યના પોલીસ તંત્રમાં મોટા પાયે બદલીઓ થવાની છે અને તમામ લેવલે ફેરફારો તોળાઈ રહ્યાં છે તેવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. આ અટકળો સાચી પડે ત્યારે ખરી પણ અત્યારે રાજ્ય સરકારના ગૃહ ખાતા દ્વારા ડીવાયએસપી કક્ષાના ત્રણ અધિકારીઓની બદલી કરાઈ છે.
3
આ બદલીઓમાં રાજકોટના રેલવેના નવા વિભાગીય પોલીસ અધિકારી તરીકે પિયુષ પિરોજીયા મુકાયા છે જયારે આર.ડી. જાડેજાને વિભાગીય પોલીસ અધિકારી તરીકે પાલીતાણા મૂકાયા છે. રાજકોટ રેલવેના વિભાગીય પોલીસ અધિકારી બી.એસ.જાદવને નાયબ પોલીસ અધિક્ષક તરીકે એસસી-એસટી સેલમાં મૂકવામાં આવ્યા છે.