ગુજરાતનું રહેવા માટે શ્રેષ્ઠ શહેર અમદાવાદ નથી પણ આ શહેર છે. ટોપ 5માં આ શહેરના સામવેશથી આશ્ચર્ય
ભારતમાં રહેવાલાયક શહેરોમાં મહારાષ્ટ્રનું પૂણે નંબર-1, નવી મુંબઇ નંબર-2 અને ગ્રેટર મુંબઇ નંબર-3 પર રહ્યું છે. જ્યારે દેશની રાજધાનીને 111 શહેરોમાંથી 65માં નંબરે રહેવાલાયક શહેર માનવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના ટૉપ 10 રહેવા લાયક શહેરોની યાદીમાં સુરતને 19મી રેન્ક મળી છે, જ્યારે અમદાવાદ 23માં નંબરે છે.
અમદાવાદઃ ભારત સરકારે રહેવા માટે દેશના 10 સૌથી સારા શહેરોનું એક લિસ્ટ જાહેર કર્યુ છે. આ લિસ્ટમાં મહારાષ્ટ્રનો દબદબો સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ લિસ્ટમાં ટૉપ 10માં ગુજરાતનું એકપણ શહેર નથી, ખાસ કરીને આ લિસ્ટમાં અમદાવાદને પાછળ રાખીને ગુજરાતના સુરતે બાજી મારી છે.
આ ઇન્ડેક્સમાં અમદાવાદ ચોંકાવનારી વિગતો સૌથી પાછળ રહ્યુ છે. આમાં અમદાવાદ હેલ્થકેરમાં 73માં નંબરે અને એજ્યુકેશન ફેસિલીટીમાં 60માં નંબરે રહ્યુ છે. ઇકોનૉમિક અને બિઝનેસની રીતે દાહોદ આ લિસ્ટમાં અમદાવાદથી આગળ રહ્યું છે, દાહોદ 32 જ્યારે અમદાવાદ 45માં નંબરે રહ્યું છે. બિઝનેસની આ કેટેગરીમાં રાજકોટ 15, દાહોદ 32, વડોદરા 42, અમદાવાદ 45, સુરત 69 અને ગાંધીનગર 107 પર છે
‘Ease of Living Index’ હેઠળ આ રેન્કિંગ આપવામાં આવી છે. ગુજરાતના શહેરો આ લિસ્ટમા અમદાવાદ બાદ ક્રમશઃ વડોદરા 36, રાજકોટ 38, ગાધીનગર 39 અને દાહોદ 79માં નંબરે રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -