કોંગ્રેસે બાબુ મેઘજી શાહ, વટવાના પાટીદાર કોર્પોરેટર સહિત ક્યા 15 નેતાને કર્યા સસ્પેન્ડ?
જ્યારે હિંમતનગરના ચંદ્રકાંત પટેલ, લીંબડીના મહેશ મજીઠિયા, લુણાવાડાના રતનસિંહ રાઠોડ, વિરમગામના ધ્રુવ જાદવ, બહુચરાજીના કિરીટ પટેલ, ખેરાળુના મુકેશ દેસાઈ અને મોરવાહડફના ભૂપત ખાંટને પણ કોંગ્રેસમાંથી બરતરફ કરાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ગુજરાત કેટલાંક સ્થળે કોંગ્રેસના જ સભ્યોએ પક્ષ વિરુદ્ધ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા પ્રદેશ પ્રમુખે કાર્યવાહી કરતા તેમની સામે સસપેન્શનનું શસ્ત્ર ઉગામ્યું છે. કોંગ્રેસમાંથી 15 બાગીઓને છ વર્ષ માટે બરતરફ કરાયા છે.
કોંગ્રેસના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સસ્પેન્ડ કરાયેલા આગેવાનો અને નેતાઓમાં રાપરના બાબુ મેઘજી શાહ, વટવા વોર્ડના કોર્પોરેટર અતુલ પટેલ, નરોડાના કશ્યપ રાજકુમાર, ઘાટલોડિયાના બુધાજી ઠાકોર, અસારવાના લલિત રાજપરા, થરાદના માવજીભાઈ પટેલ, લીંબુજી ઠાકોર, પ્રાંતિજના રાજેન્દ્રસિંહ ઝાલાને બરતરફ કરાયા છે.
કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવનારા સિનિયર નેતા અને પૂર્વ નાણાંપ્રધાન બાબુ મેઘજી શાહ અને વટવાના કોર્પોરેટર અતુલ પટેલ સહિત 15 કાર્યકરો અને આગેવાનોને પક્ષમાંથી તાત્કાલિક અસરથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારોને ટિકિટ ન આપતાં નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અપક્ષ ઉમેદવારી નોંધાવી હોય 15 આગેવાનો અને કાર્યકરોને કોંગ્રેસે પક્ષમાંથી 6 વર્ષ માટે હકાલપટ્ટી કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના સુત્રો દ્વારા ગેરશિસ્તને ધ્યાને રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -