સાસુએ વહુને રૂમમાં ધક્કો માર્યો ને દરવાજો બંધ કરી દીધો પછી સસરાએ વહુ સાથે અંદર શું કર્યું, જાણો વિગત
તેથી અત્યંત ડરી ગયેલી પરિણીતા અને તેના પિતા બંને રાજકોટ નજીકના તેમના ગામ જતી રહ્યા હતાં. આ ભયાનક હકિકતને એક વર્ષ થયા બાદ પરિણીતા તથા તેના પિતા પારડી પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સઘળી હકિકત કહેતાં જ પારડી પોલીસ પણ અંચબામાં પડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવું ત્રણ-ચાર વખત બનતાં ખુબ જ ગભરાયેલી મહિલાએ કોઈક રીતે પિતાને ઘટનાની જાણ કરી હતી. જે બાદ પરિણીતાના પિતા પારડી આવી પહોંચ્યા હતાં. તે વખતે પરિણીતાના સસરાંએ કબાટમાંથી તમંચો કાઢીને પરિણીતાના પિતાના લમણે મુકી આ વાત કોઈને કહેશે તો તારી દિકરી અને તારા આખા કુટુંબને મારી નાંખીશ એવી ધમકી આપી હતી.
તું જા કહી રૂમમાં ધક્કો મારી અંદર લઈ જઈ છરી બતાવી હતી. જે બાદ સસરાએ સાસુનાં સહયોગથી જ દુષ્કર્મ આચાર્યું હતું. તે પછી રાત્રીના પતિ ઘરે આવતા પરિણીતાએ પતિને સઘળી હકિકત જણાવતાં પતિએ પણ તેમાં ખોટું શું કર્યું છે તેવું કહીને પતિ તથા સસરાએ દારૂ પીધા બાદ ફરી બંનેએ પરિણીતા સાથે વારા ફરતી દુષ્કર્મ આચાર્યું હતું.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ મૂળ રાજકોટ વિસ્તારની પીડિત મહિલાના લગ્ન પારડી ખાતે રહેતા વૈભવ દિનેશ દેપાણી સાથે તા. 2017ના રોજ થયા હતા. તે સમયે લગ્નના સાત દિવસ તો પરિણીતાને સારી રીતે રાખવામાં આવી હતી. પરંતુ આઠમા દિવસે સાસુ વનિતાએ કહ્યું હતું કે, તારા સસરાંને તું બહુ ગમે છે. તે તારી રૂમમાં રાહ જુએ છે.
પારડીમાં એક વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં શોષણનો ભોગ બનેલી મહિલાએ ડરના માર્યા આજ દિવસ સુધી ફરિયાદ નોંધાવી નહોતી. પરંતુ સમાજમાં દાખલો બેસે તે માટે હિંમત કરીને પારડી પોલીસને સમગ્ર હકિકત જણાવી હતી.
સુરેન્દ્રનગર: પારડીમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારમાં નવ પરિણીતા સાથે પતિ અને સસરાએ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ કિસ્સામાં સાસુ, નણંદ અને પતિની રખાતે પણ સહયોગ આપ્યો હોવાનો આક્ષેપ વહુએ કરેલ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ અંગે પાંચ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -