Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
શ્રીદેવીની જેમ આ ગુજરાતી એક્ટરનું પણ દુબઈમાં થયું હતું નિધન, 3 દિવસે સોંપવામાં આવી હતી બોડી
ફારૂક શેખ દ્વારા યોજાયેલી એક રેસમાં બે ઘોડાના મોત પણ થયા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફારુક શેખને ઘોડા ઉછેરનો ભારે શોખ હતો. તેમણે આમરોલીમાં ઘોડા ઉછેર માટે તબેલો બનાવ્યો હતો. આ ઉપરાંત તેમને ઘોડાની રેસના ભારે શોખ હતો.
ફારૂખ શેખ આમરોલી ગામે વર્ષમાં એક બે વાર જરૂર આવતા અને તેમના કાકાના ઘરે રોકાતા હતા. તેઓના કાકા હયાત નથી પરંતુ તેમના કાકાના દિકરા ત્યાં રહે છે અને તેમના ઘરે જ તેઓ રોકાતા હતા.
નાટકોમાં ફારૂક શેખની વિશેષ રૂચી હતી. તેમનો આ શોખ ધીરેધીરે કલાકારનાં રૂપમાં ઉભરાવા લાગ્યો અને નાટકોનાં સ્ટેજ શો સાથે ફિલ્મી લાઇનમાં તેમણે પર્દાપણ કર્યું. 'નુરી', 'ચશ્મેબદુર', 'ઉમરાવજાન', જેવી ફિલ્મોમાં તેમનો યાદગાર રોલ જોવા મળ્યો.
ગુજરાતના નસવાડીથી પાંચ કિમી દુર આવેલ આમરોલી ગામમાં ફારૂક શેખનો જન્મ 25 માર્ચ 1948ના રોજ થયો હતો અને તેમનું બાળપણ પણ ત્યાંજ વિત્યું હતું. આમરોલીની વસતી માંડ પંદરસો લોકોની હતી. સમય જતાં ફારૂક શેખના પિતા મુસ્તફાભાઇ કુટુંબ સાથે ધંધાર્થે મુંબઇ પહોંચ્યા હતાં. જ્યાં ફારૂક શેખ અભ્યાસ સાથે શાળામાં અને કોલેજમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ સામેલ થતા હતાં.
મુંબઈઃ બોલીવુડની ચાંદની શ્રીદેવીનું 24 માર્ચે દુબઈમાં 54 વર્ષની વયે નિધન થયું હતું. તેના મોતને 3 દિવસ થવા આવ્યા છતાં હજુ સુધી તેનો પાર્થિવ દેહ ભારત આવી શક્યો હતો. સોમવારે તેનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો. જે મુજબ શ્રીદેવી સાથે આ દુર્ઘટના થઈ તે સમયે તેણે શરાબનું સેવન કર્યું હતું અને નશામાં હોવાના કારણે તેને ચક્કર આવ્યા અને બેલેન્સ ગુમાવીને તે બાથટબમાં પડી ગઈ હતી. ગુજરાતી એક્ટર ફારુક શેખનું પણ 65 વર્ષની વયે 27 ડિસેમ્બર 2013ના રોજ દુબઈમાં જ હાર્ટ અટેક આવવાથી મોત થયું હતું અને તેમની બોડી પણ 3 દિવસે ભારત આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -