✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમેરિકામાં કલોલના પટેલ યુવકની બ્લેક લૂંટારાઓએ ગોળી મારી કરી હત્યા, સાસરીયામાં શોકનો માહોલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jan 2017 08:46 PM (IST)
1

2

3

અમદાવાદઃ અમેરિકામાં લૂંટના ઇરાદે કલોલના એક પાટીદાર યુવકની ગોળી મારી હત્યા કર્યાની ઘટના સામે આવી છે. અમેરિકાના શેનલ્યુજમાં રાત્રે ગેસ સ્ટેશન બંધ કરી ઘર તરફ જઇ રહેલા કલોલના મૌલિક પટેલ પર નિગ્રોએ લૂંટના ઇરાદે ફાયરીંગ કર્યું હતું. જેમાં મૌલિકને ત્રણ ગોળીઓ વાગતા મોતને ભેટ્યો હતો. યુવાનના હત્યાની જાણ થતા જ કલોલમાં રહેતા તેના સાસરીમા શોકનો માહોલ સર્જાયો છે.

4

જોકે, કેશ લીધા વિના જ તેઓ ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે નિગ્રોએ કાર ઉભી રાખતા જ ફાયરિંગ કર્યું હતું જેમાં કારમાં જ મૌલિકનું મોત થયું હતું.

5

હત્યાનો ભોગ બનેલા મૌલિક પટેલના પત્ની રિંપલબેનના પિતરાઇભાઇ અલ્પેશભાઇએ જણાવ્યું હતું કે, મૌલિકભાઇ પરિવાર સાથે 5 દિવસ ફરવા ગયા હતા અને બુધવારે પરત ફર્યા બાદ તેમના સ્ટોરમાં આવેલી કેશ અને કામગીરી જોવા ગયા હતા.

6

કલોલના પંચવટી સોસાયટીના 34 વર્ષના મૌલિકભાઇ રામભાઇ 22 વર્ષથી પરિવાર સાથે અમેરિકાના સેન્ટ લુઇસમાં સ્થાઈ થયા હતા અને પોતાનો લીકલ સ્ટોર ધરાવતા હતા. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં તેણે કલોલ રહેતા તેના પરિવારને જાણ કરી હતી.

  • હોમ
  • ગુજરાત
  • અમેરિકામાં કલોલના પટેલ યુવકની બ્લેક લૂંટારાઓએ ગોળી મારી કરી હત્યા, સાસરીયામાં શોકનો માહોલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.