પૂર્વ MLAના પુત્રે ડ્રગ કેસમાં કર્યો શું મોટો ખુલાસો? વિક્કી ગોસ્વામીની શું હતી સંડોવણી? જાણો
વર્ષ 2002 માં ભાવસિંહ અને નૂરમોહંમદ ભાયા જેલમાં સંપર્કમાં આવ્યા ત્યાંથી કિશોર અને નૂરમોહંમદ ભાયાના પુત્ર સલીમે પોતાના પિતાના બે નંબરના વ્યવસાયનો વારસો સાંભળ્યો અને ફેક કરન્સીના કેસમાં ઝડપાયા હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિશોરસિંહ કાઠમંડુમાં 2 માસ સુધી રોક્યા હતો. બીમાર પડી જતા ચંબલમાં આવી ગયો હતો. તેણે પોતાનું વજન 20 કિલો ઘટાડ્યું હતું. દરરોજ 5 કિલોમીટર રનિંગ કરતો હતો. કિશોરસિંહે ફરાર થયા બાદ વારંવાર વિક્કી ગોસ્વામીને મદદ માટે સંપર્ક કર્યો પરંતુ વિક્કીએ કોઈપણ પ્રકારની મદદ ન કરી. વિક્કી ગોસ્વામી માટે ભારતમાં કિશોરસિંહ જેવા અનેક લોકો કામ કરી રહ્યા છે. અન્ડરવર્લ્ડ ના એક સાગરિતે કિશોરસિંહને આર્થિક મદદ કરી હોવાની કબૂલાત કરી છે.
કિશોરસિંહની બીજી પત્ની ચંબલની છે જેથી ચંબલ વિસ્તાર પસંદ કર્યું હતું. કિશોરસિંહે ફેસબુકમાં ખોટા નામથી એકાઉન્ટ ખોલ્યું હતું. કિશોરસિંહ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત પોલીસ અને મીડિયા શું કરી રહી છે એ જાણી રહ્યો હતો. તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના અંગત લોકો સાથે સંપર્ક માં રેહતો જેથી પોલીસ પકડી ન શકે.
પ્રથમ વખત વિક્કી ગોસ્વામી સાથે સાઉથ આફ્રિકા માં મિટિંગ થઈ ત્યારે કિશોરસિંહ ના અમદાવાદ ના બે મિત્રો સાથે હતા. આ બંને મિત્રો ચંદ્રેશ વ્યાસ અને બિપિન પંચાલ નામના હતા જેમાં ચંદ્રેશને સાક્ષી બનાવવામાં આવશે અને 164 મુજબનું નિવેદન નોંધવામાં આવશે ચંદ્રેશ બુટલેગર છે.
કન્સાઇનમેન્ટના પૈસામાંથી વધુ ટકાવારી કિશોર અને જય મુખીને લેવાનું નક્કી થયું હતું અને નરેન્દ્ર કાચાને ઓછા પૈસા આપવાના હતા. વહેલાલમાં 1364 કિલ્લો ગ્રામ એફેડ્રીન ડ્રગ્સ મેથાફેટામાઇન માં પરિવર્તન થયા બાદ વિક્કી ગોસ્વામી કેનિયામાં પાર્ટી ડ્રગ્સ બનવાનો હતો અને બાદ માં અન્ય દેશો માં સપ્લાય કરવાનો હતો.
વિક્કી ગોસ્વામી અને કિશોરસિંહ બંને અમદાવાદના પાલડીના છે, જેથી વર્ષોથી ઓળખતા હતા અને સારા મિત્રો હતા. કેનિયામાં વિક્કી સાથે કિશોરસિંહે મનોજ અને નરેન્દ્ર કાચાની મિટિંગ કરાવી હતી અને કન્સાઇનમેન્ટ કેમ પૂરું કરવાનું એ નક્કી કરવામાં આવ્યું હતું.
વિક્કી ગોસ્વામીએ કિશોરના મારફતે 270 કરોડાના ડ્રગ્સનું પ્રેસેસ કરવાનું કહ્યું હતું જેના બદલામાં કિશોર અને મનોજને 60 કરોડ રૂપિયા વિક્કી ગોસ્વામીએ આપ્યા હતા. વહેલાલ માંથી 1364 કિલ્લો ગ્રામ એફેડ્રીન ડ્રગ્સ મેથાફેટામાઇન પ્રોસેસ કરવા ના 60 કરોડ નક્કી થયા હતા.
ગુજરાતના કંડલાથી દરિયાયી માર્ગે ડ્રગ્સ કેનિયા વિક્કી ગોસ્વામી ને મોકલવાનું હતું. કિશોર અને મનોજ ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટના વ્યવસાયનું લાયસન્સ ધરાવે છે. મનોજ જૈનની સોલાપુરની ફેકટરી ફડચામાં આવી ગઈ જેથી આ ડ્રગ્સને પ્રોસેસ કરવાનું નક્કી કરી પૈસા કામવાના હતા.
અમદાવાદ:ગુજરાત અને મહારાષ્ટ્રાના કરોડોના એફેડ્રીન ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSએ મુખ્ય સૂત્રધાર કિશોર સિંહની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે પ્રથમ દિવસની પૂછપરછમાં કિશોરસિંહએ મહત્વના ખુલાસા કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -