રોજ નવા લુકમાં કિંજલ દવે બોલાવે છે ગરબાની રમઝટ, આવી છે નટખટ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Oct 2018 12:09 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિ જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ખેલૌયાઓનો ઉત્સાહ વધી રહ્યો છે. ગુજરાતમાં રોજ નવા નવા સિંગર અલગ અલગ જગ્યાએ રમઝટ બોલાવે છે. જેના કારણે ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠે છે. ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવે ગુજરાતમાં ખેલૈયાઓનો ઉત્સાહ વધારી રહી છે. જ્યારે ખેલૈયાઓમાં કિંજલ દવેનું નામ સાંભળીને જ ઉત્સાહ વધી જાય છે અને ગરબાના તાલે ઝૂમી ઉઠે છે. છ નોરતામાં કિંજલ દવેનો અલગ-અલગ અંદાજ જોવા મળ્યો હતો. જ્યાં પોતાના ફિયાન્સ પવન જોષી સાથે પણ સેલ્ફી લેતી જોવા મળી હતી. આ ઉપરાંત કિંજલના પિતા સાથે તે પોતે સોંગ ગાઈ રહી હતી.
15
16