બિહારીઓ પર હુમલાથી છંછેડાયેલા નીતિશે ગુજરાતના ક્યા ટોચના પ્રધાનને મળવાની ના પાડી દીધી?
આ પહેલા ઉર્જા મંત્રી સૌરભ પટેલની 16મી ઓક્ટોબરે બિહારમાં નીતિશ પટેલ સાથે મુલાકાત નક્કી થઈ હતી. જોકે ચર્ચા એવી છે કે નીતિશ પટેલે પોતાની નારાજગી દર્શાવવા માટે સૌરભ પટેલને સમય ન આપ્યો. જ્યારે બિહાર સરકારના પ્રોટોકોલ વિભાગ દ્વારા સૌરભ પટેલને એવું કહેવામાં આવ્યું છે કે હાલમાં નવરાત્રી દશેરા અને છઠ્ઠ પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમોને કારણે મુખ્યમંત્રી વ્યસ્ત છે. જેના પગલે સૌરભ પટેલે આજની બિહાર યાત્રા મોકૂફ રાખી છે. હવે જો નીતિશ કુમાર સમય આપે તો 20મી પછી મુલાકાત થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં બિહારનાં અનેક પરિવારો વસવાટ કરે છે. હાલમાં જ યુપી બિહારના લોકો પર હૂમલાઓ શરૂ થયાં હતાં. અન્ય રાજ્યાને એક વ્યક્તિએ બાળકી સાથે દુષ્કર્મ કરતાં પરપ્રાંતિય લોકોને ટાર્ગેટ કરાયા હતા. આ મામલે ભાજપ અને કોંગ્રેસ બન્ને એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ મામલે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કરી વાતચીત કરી હતી. તેમજ બિહારના લોકોને વધુ સુરક્ષા આપવાની તથા આરોપીઓ વિરૂદ્ધ કડક પગલા ભરવાની માગ કરી હતી.
ગાંધીનગર: ગુજરાતમાં પરપ્રાંતિયો અને ખાસ કરીને યુપી, બિહારના લોકો પર થયેલા હુમલા બાદ દેશ કોઇની જાગીર નથી તેવું આક્રમક નિવેદન બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આપ્યું હતું ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે આમંત્રણ આપવા ગુજરાત સરકારના મંત્રીને નીતિશકુમારે આપેલી મુલાકાતની તારીખ પણ મોકૂફ રાખી છે. ગુજરાત સરકાર તરફથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા માટે મંત્રી મંડળના સભ્યોને વિવિધ રાજ્યોમાં મોકલીને મુખ્યમંત્રી તથા રાજ્યપાલને રૂબરૂ મળીને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલ બિહાર જવાના હતા તે માટે અગાઉ નીતિશકુમાર તરફથી 16મી ઓક્ટોબર અપાઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -