12માં ધોરણની માર્કશિટ લેવા ગયેલી કિંજલ દવેને માર્કશિટ આપવાની કેમ ના પડાઈ, જાણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા ચાર મહિના દરમ્યાન આવું કિંજલ સાથે અનેકવાર બનતું આવ્યું છે. તે દર્શન કરવા જાય કે પછી કયારેક રિક્ષા કરીને જવું પડે ત્યારે સૌકોઈ તેની પાસે આ ગીતની ડિમાન્ડ કરે છે અને કિંજલ પણ તેને કરવામાં આવતી આ ડિમાન્ડ પૂરી કરે છે. કિંજલે હસતાં-હસતાં કહ્યું હતું કે લોકોને ગમે છે તો પછી હું પણ બહુ ભાવ નથી ખાતી.
પણ મજાની વાત એ છે કે નેટ પર રિઝલ્ટ ચેક કરી લીધા પછી કિંજલ જયારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી વિદ્યાનગર હાયર સેકન્ડરી સ્કૂલમાં પોતાનું રિઝલ્ટ લેવા ગઈ ત્યારે બધા તેને ઘેરી વળ્યા હતા અને સ્કૂલના સ્ટાફ અને ટીચર્સ સહિત સૌકોઈએ તેની પાસે ડિમાન્ડ કરી હતી કે જો તે ગીત ગાશે તો જ તેને રિઝલ્ટ મળશે.
અમદાવાદઃ ગુજરાતમાં જેના ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દવ’ ગીત પાછ લોકો ઘેલા છે એ ગુજરાતી લોકકલાકાર 17 વર્ષીય કિંજલ દવે ધોરણ 12 કોમર્સમાં પહેલા પ્રયત્નો જ પાસ થઇ છે. કિંજલ દવેએ 59.93 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા છે. અફકોર્સ તેનું રિઝલ્ટ કંઈ એવું ખાસ નથી આવ્યું અને કિંજલને સાતસોમાંથી ૩૮૨ માર્ક આવતાં સી-૧ ગ્રેડ આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -