નિપાહ વાયરસના ભય વચ્ચે ગુજરાતમાં એલર્ટ, જાણો તેના લક્ષણો
ઉપરાંત ચક્કર આવવા અને મગજ બરાબર કામ ન કરતું હોય તેમ લાગે છે. ઘણી કેસમાં મગજમાં બળતરા પણ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિપાહ વાયરસનાં મુખ્ય લક્ષ્ણ માથાનો દુઃખાવો, તાવ, ચક્કર આવવા, ઉંઘ આવવી અને માનસિક સંતુલન બગડવું છે. આ લક્ષ્ણો 7-10 દિવસ સુધી રહી શકે છે. શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
અમદાવાદઃ નિપાહ વાયરસના કેરળમાં થયેલા 10થી વધુ લોકોના મોતના પગલે ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ જિલ્લાના હેલ્થ તેમજ મેડિકલ ઓફિસરોને એલર્ટના આદેશ કર્યા છે. સંખ્યાબંધ પ્રવાસીઓ ઉનાળાના વેકેશનમાં કેરળ ફરવા ગયા હોવાને કારણે અમદાવાદ સહિતના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર કેરળથી આવતા પ્રવાસીઓનું સ્કેનિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.
નિષ્ણાતોના કહેવા મુજબ નિપાહ વાયરસ હવા દ્વારા ફેલાતો નથી. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા, ડુક્કર અને અન્ય પ્રાણીઓ દ્વારા ફેલાય છે. તેના ફેલાવાનું મુખ્ય કારણ સામાન્ય વ્યક્તિનું પીડિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાનું છે.
નિપાહ વાયરસ ફેલાવાની શરૂઆત મગજથી થાય છે. વાયરસનો ભોગ બનનાર વ્યક્તિના મગજમાં સોજો આવવા લાગે છે. જેના કારણે થોડા દિવસો સુધી તાવ આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -