✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફરી એકવાર ફેરફાર, જાણો હવે ક્યારે યોજાશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jan 2019 08:50 PM (IST)
1

ગાંધીનગર: ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફરી એક વખત ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજકેટની પરીક્ષા હવે 4 એપ્રિલના બદલે 23 એપ્રિલના રોજ લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમયમાં CBSEની પરીક્ષા હોવાથી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

2

આ પરીક્ષા અલગ અલગ ચાર ઝોનમાં યોજાશે. આ વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-12 સાયન્સ બાદ વિવિધ સ્ટ્રીમમાં એડમિશન લેવા માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ પરીક્ષા પછી વિદ્યાર્થીઓ એન્જિનીયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા વગેરે સ્ટ્રીમમાં એડમિશન મેળવી શકે છે.

3

આ પહેલા ગુજકેટની પરીક્ષા 30 માર્ચના રોજ યોજાવાની હતી પરંતુ તેને બદલીને 4 એપ્રિલ કરવામાં આવી હતી. જોકે ફરી એકવાર તારીખમાં ફેરફાર કરતા 23 એપ્રિલ કરવામાં આવી છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફરી એકવાર ફેરફાર, જાણો હવે ક્યારે યોજાશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.