Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
વિસાવદરના નાની મોણપરી ગામમાં ખુલ્લા કુવામાં ખાબકેલી સિંહણનું કરાયું રેસ્ક્યૂ, જુઓ તસવીરો
કૂવાની નજીક જ સિંહ પરિવાર રહેતો હોવાથી વનવિભાગે બાળ સિંહણનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૂવામાંથી બાળ સિંહણને બહાર કાઢવા માટે વન વિભાગની ટીમે એક કલાક સુધી મહેનત કરી હતી. સૌ પ્રથમ કૂવામાં રહેલી સિંહણને ગન વડે બેભાન કરવામાં આવી હતી. બાદમાં એક ટ્રેકરને કૂવામાં ઉતારવામાં આવ્યો હતો.
40 ફૂટ ઊંડા બાઉન્ડ્રી વગરના કૂવામાં સિંહણ ખાબકી હોવાના સમાચાર મળતા સાસણ સહિતનો વન વિભાગને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગે બાળ સિંહણને બહાર કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું.
વિસાવદરઃ ગીર જંગલ તેમજ રેવન્યૂ વિસ્તારમાં ખુલ્લા કૂવામાં સિંહ ખાબકી જવાની વધુ એક ઘટના સામે આવી છે. આ બનાવ વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામ ખાતે બન્યો હતો. અહીં એક 40 ફૂટ ઊંડા કૂવામાં એક બાળ સિંહણ ખાબકી હતી. બનાવ અંગે વાડીના માલિકે જંગલ ખાતાને જાણ કરી હતી.
ટ્રેકરે કૂવામાં ઉતરીને સિંહણના શરીર પર ફંદો બાંધી દીધો હતો. બાદમાં વનવિભાગની ટીમે દોરડાથી ખેંચીને સિંહણને બહાર કાઢી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -