PICS: વડોદરા હાઈપ્રોફાઈલ શરાબ કાંડમાં ઝડપાયેલા ઉદ્યોગપતિ ચિરાયુ અમીન કોણ છે ?
પનામા પેપર્સ લીક થયા પછી અમીનનાં પરીવારજનોના પણ કનેક્શન ખૂલ્યા હતાં. ચિરાયુ સહિત પરીવારના પાંચ સભ્યો બે કંપનીના હિસ્સેદાર હતા અને તેમણે મુંબઈની પી.પી. શાહ એસોસિએટ્સના સરનામુ આપ્યુ હતું. ચિરાયુ અમીન ઉપરાંત તેના પરીવારમાં ઉદિત અમીન, મલ્લીકા અમીન, પ્રણવ અમીન અને શૌનક અમીન બે કંપનીઓના હિસ્સેદાર ગણાવાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બે કંપનીઓમાં એક વાઈટફિલ્ડ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ છે જે મુંબઈની કંપની છે. જેનુ કાયદાક્ષેત્ર વર્જિન આઈલેન્ડ છે. કંપનીનુ સરનામુ મુંબઈના પી.પી. શાહ એસોસિએટ્સના નામે છે. બીજી કંપની પેટ હ્યુસ્ટન ટ્રેડિંગ છે જે હોંગકોંગમાં છે. આ કંપનીના મિડીએટર તરીકે ઓરીઓન હાઉસ હોંગકોંગ છે. અમીન પરીવાર વાઈટફિલ્ડમાં હિસ્સેદાર બતાવાય છે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ કંપનીના બેનીફિશીયરી તરીકે નોંધાયેલા છે. આ કંપની 1 ઓક્ટોબર 2015ના રોજ મોસાક ફોન્સેકા દ્વારા બ્રિટિશ વર્જિન આઈસલેન્ડમાં સ્થપાયેલી હતી.
વડોદરાઃ વડોદરાના શરાબ કાંડમાં ઝડપાયેલા ચિરાયુ અમીન ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ના ભૂતપૂર્વ ચેરમેન છે અને હાઈ પ્રોફાઈલ ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. પનામા પેપર્સમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય તથા તાજેતરમાં શીપિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા ભાવનગરના અબ્દુલકાદર કાસમભાઇ પીરવાણીની સાથે વડોદરાના ઉદ્યોગપતિ ચિરાયુ અમીનનું નામ પણ બહાર આવ્યું હતું.
ફોર્બ્સની વર્ષ 2016ની વિશ્વના બિલિયોનર્સની યાદીમાં 1577મા ક્રમે (ભારતમાં 74મા ક્રમે). ફોર્બ્સની વર્ષ 2015ની ભારતના ટોપ 100 રિચેસ્ટ લોકોની યાદીમાં 93માં ક્રમે રહ્યાં હતાં. 69 વર્ષના ચિરાયુ અમીન પાસે 1.1 બિલિયન ડોલરની સંપત્તિ છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી (અલેમ્બિક ગૃપ)ના સીઈઓ અમીનનાં પત્નીનું નામ મલિકા અમીન છે. તેમને પ્રણવ અમીન, શૌનક અમીન અને ઉદીત અમીન એમ ત્રણ પુત્રો છે. પનામા પેપર્સ લીક થયા પછી અમીનનાં પરીવારજનોના પણ કનેક્શન ખૂલ્યા હતાં. ચિરાયુ સહિત પરીવારના પાંચ સભ્યો બે કંપનીના હિસ્સેદાર હતા અને તેમણે મુંબઈની પી.પી. શાહ એસોસિએટ્સના સરનામુ આપ્યુ હતું.
અલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સના માલિક ચિરાયુ અમીને અમેરિકાથી એમબીએ કર્યું છે અને હાલમાં અમ્બેલિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સીઈઓ છે. લલિત મોદીના ગયા બાદ ઈન્ડિયન પ્રિમિયર લીગમાં ચેરમેન બનેલા ચિરાયુ અમીન બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈંડિયાના પણ તે વાઈસ પ્રેસિડંટ હતા. ફોર્બ્સની વર્ષ 2016ની વિશ્વના બિલિયોનર્સની યાદીમાં 1577મા ક્રમે (ભારતમાં 74મા ક્રમે). ફોર્બ્સની વર્ષ 2015ની ભારતના ટોપ 100 રિચેસ્ટ લોકોની યાદીમાં 93માં ક્રમે રહ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -