અમેરિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો, સુરતના આધેડને અશ્વેતે ગોળી મારી
નરેન્દ્ર પટેલ વર્ષ 2005માં અમેરિકા સ્થાયી થયા હતા. નરેન્દ્રભાઈ પત્ની વીણાબહેન (51), પુત્ર ચિંતન, પુત્રવધૂ પાયલ અને ભાણેજ જીગર પટેલ સાથે અલાબામા રાજ્યના ટસ્કલુસા શહેરમાં રહે છે. નરેન્દ્રભાઈ, વીણાબહેન અને જીગર શહેરના ‘સબવે’ ફૂડ પાર્લરમાં નોકરી કરે છે. શુક્રવારે સાંજે 7 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) જીગરની ડ્યૂટી પૂરી થઈ હતી અને પટેલ દંપતીની ડ્યૂટી શરૂ થઈ હતી. રાત્રે 9.55 વાગ્યે નરેન્દ્રભાઈએ કૅશ કાઉન્ટર સાથે લિંક કરેલું કમ્પ્યૂટર બંધ કર્યું ત્યાં જ ડ્રગ્સના નશામાં ધૂત એક અશ્વેત પાર્લરમાં આવ્યો હતો અને રિવૉલ્વર બતાવી કૅશ આપી દેવા ધમકી આપી હતી. નરેન્દ્રભાઈએ કમ્પ્યુટર ચાલુ થવામાં થોડો સમય લાગશે, તેમ કહ્યું હતું પરંતુ નશામાં ધૂત અશ્વેતે નરેન્દ્રભાઈ પર ફાયરિંગ કર્યું હતું. ગોળીની કૅપ અને કવર પણ શરીરમાં ઘૂસી ગયાં હતાં અને કરોડરજ્જુથી માત્ર 2 એમએમ દૂર ગોળી અટકી ગઈ હતી. નરેન્દ્રભાઈને ડીસીએચ રિજનલ મેડિકલ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ અમેરિકામાં ભારતીયો પરના હુમલામાં વધુ એક ઘટના સામે આવી છે. અલાબામા સ્ટેટના ટસ્કલુસા શહેરમાં મૂળ સુરતના રાંદેર વિસ્તારના 52 વર્ષીય નરેન્દ્રકુમાર અંબાલાલ પટેલ પર શુક્રવારે રાત્રે ડ્રગ્સના નશામાં ધૂત 1 અશ્વેતે ફાયરિંગ કર્યું હતું. નરેન્દ્ર પટેલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાથી પરિવારજનો તથા ગુજરાતી સહિતના ભારતીયોમાં ભયભીત છે. શુક્રવારની ઘટનાને 5 દિવસ થવા છતાં હજી સુધી પોલીસ હુમલાખોરોને શોધી શકી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -