વડનગરઃ વિકાસ કોને કહેવાય? વિકાસ તમને ગમે છે? પ્રજાને સવાલ કરી વિરોધીઓ પર વરસ્યા PM મોદી
વડનગરઃ વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી આજે પ્રથમ વખત પોતાના વતન વડનગર પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું હતું. મોદીએ રેલીંને સંબોધતા જણાવ્યું હતું કે, આજે હું જે કાંઇ પણ છું તે આ ધરતીની માટીને કારણે છું. પોતાના ગામમાં પોતાના લોકો સ્વાગત કરે તે અલગ અનુભૂતિ છે. આ અગાઉ મોદીએ વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિકાસ ગાંડો થયો છે તેવા ટ્રેડને લઇને વડાપ્રધાન મોદી વિરોધીઓ પર ગરજ્યા હતા. વડાપ્રધાને પ્રજાને વિકાસ કેવો હોય છે અને વિકાસ તમને ગમે છે તેવા પ્રજાને સવાલ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વડનગર 2500 વર્ષથી જીવિત મહત્વનું નગર છે. મોદીએ પોતાના બાળપણના સંસ્મરણો વાગોળ્યા હતા.
અહીં વડાપ્રધાન મોદીએ રોડ શો કર્યો હતો. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. વડાપ્રધાન મોદીએ કારમાંથી ઉતરી વતનની માટી માથા પર ચઢાવી હતી. વડાપ્રધાન મોદીએ વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. મોદીએ અહીં આરતી પણ ઉતારી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ જોડાયા હતા.
વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની પૂર્વ સંધ્યાએ શનિવારે રાત્રે શર્મિષ્ઠા તળાવના કિનારે 7000 દીવાની મહાઆરતી યોજાઇ હતી. વારાણસીના 11 ભૂદેવો સહિતની ટીમ દ્વારા મંત્રોચ્ચાર સાથે આરતી કરી હતી. લોકડાયરાના કલાકાર યોગેશ ગઢવી અને દેવાંગી પટેલે વડનગરથી વારાણસી સુધી નરેન્દ્ર મોદીના વિકાસ ગાથાને અલગ અંદાજમાં રજૂ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -