સુરતથી આણંદ આવી રહેલા હાર્દિક પટેલની નાટ્યાત્મક રીતે કરાઈ ધરપકડ, જાણો આખો ઘટનાક્રમ
નરેન્દ્ર પટેલે શનિવારે ફરિયાદ નોંધાવી તે પછી પાટણ પોલીસે ગુજરાતમાં તમામ પોલીસ સ્ટેશનોને આ અંગે જાણ કરી હતી. દરમિયાનમાં સુરત પોલીસ તરફથી પાટણ પોલીસને માહિતી મળી હતી કે, હાર્દિક અને તેનો સાથી વરૂણ પટેલ સુરતથી આણંદના વલ્લભ વિદ્યાનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદ્યાનગરમાં સ્ટ્રાઇક ગૃપ અને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના ઉપક્રમે ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સોમવારે સાંજની આરતીમાં હાજરી આપવા માટે હાર્દિક પટેલ આજે આવવાનો હતો. પાટણ પોલીસે આણંદ પોલીસને આ કાર્યક્રમ અંગે જાણ કરી તેની ધરપકડ કરવા જણાવ્યું હતું.
નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે હાર્દિક પોતાની કારમાં વરૂણ પટેલ સાથે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર થઈને ચિખોદરા ચોકડી પર પહોંચ્યો હતો. હાર્દિક પટેલ તેની પ્રાઇવેટ કારમાં આણંદ નજીક ચીખોદરા પહોંચ્યો ત્યા્ અગાઉથી ઊભેલી પોલીસે ગાડી ચેક કરવાના બહાને તેને નીચે ઉતાર્યો હતો.
હાર્દિક નીચે ઉતર્યો ત્યારે તેમણે તેની ધરપકડ કરાઈ હોવાનું જણાવ્યું હતું. હાર્દિકને તેમણે કાગળો બતાવ્યા હતા તેથી હાર્દિક કશું બોલ્યા વિના પોલીસની ગાડીમાં બેસી ગયો હતો. પોલીસની ગાડીમાં બેસાડીને તેને અજ્ઞાત સ્થળે લઈ જવાયો હતો. કાર્યક્રમ સ્થળે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો કે જેથી છમકલું ના થાય.
પાટણઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલને ફરી જેલભેગો કરી દેવાયો છે અને સોમવારે રાત્રે તેની નાટ્યાત્મક રીતે ધરપકડ કરાઈ હતી. હાર્દિક સામે ‘પાસ’ના મહેસાણાના કન્વિનર નરેન્દ્ર પટેલે મારામારી અને લૂંટ અંગેનો કેસ કરતાં પોલીસે હાર્દિકને જેલભેગો કરી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -