તોગડિયા ગુમ થવા મામલે હાર્દિક પટેલે ભાજપ પર કર્યા પ્રહાર, જાણો શું કહ્યું...
અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) જે. કે. ભટ્ટે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ગુજરાત કે રાજસ્થાનની પોલીસે તોગડિયાની ધરપકડ કરી નથી. પાલડી વિસ્તારમાં સ્થિત વીએચપી કાર્યાલયે સુરક્ષા કર્મચારીઓઓનું કહેવું છે કે, તોગડિયા રવિવારે રાતે એક વાગ્યે છેલ્લી વાર જોવા મળ્યા હતા. તોગડિયાએ કહ્યું હતું કે, તેઓ બપોરે અઢી વાગ્યા સુધીમાં પાછા ફરશે. એ સમયે તેમની પાસે એક દાઢીવાળી વ્યક્તિ હાજર હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયા સોમવારે સવારથી ગુમ થઈ ગયા હતા. જો કે બાદમાં રાત્રે અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા હતા. જોકે પ્રવીણ તોગડિયાના ગુમ થવા મામલા પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપ પર નિશાન તાક્યું હતું. હાર્દિકે એ પણ કહ્યું કે, જો આવી ઘટના કોંગ્રેસના સમયમાં થઈ હોત તો ભાજપ દેશભરમાં હિંસા કરત. હાર્દિક સતત બે ટ્વિટ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.
પોતાની બીજી ટ્વીટમાં પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધતા હાર્દિકે કહ્યું છે કે, ‘મનમોહન સિંહજીની સરકારમાં પ્રવીણ તોગડિયાજી જો લાપતા થઈ ગયા હોય તો ભાજપે આખા દેશમાં હિંસા કરાવી હોત. ભક્તોએ જે બોલવું હોય તે બોલી શકે છે, કારણ કે આ મુદ્દે જો નહિ બોલે તે સાહેબ પગાર નહિ આપે.’
હાર્દિકે પોતાની પહેલી ટ્વીટમાં કહ્યું કે, ‘Z+ સિક્યોરિટી હોવા છતાં પ્રવીણ તોગડિયાજી ગુમ થઈ જાય છે. વિચારવા જેવી વાત છે કે સામાન્ય માણસનું શું થતું હશે. પ્રવીણ તોગડિયાજીએ પહેલા પણ કહ્યું હતું કે તેમના જીવને જોખમ છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -