નવસારીઃ રૂપલલનાઓ દલાલો સાથે રંગરેલિયાં માનવતી હતી ને પોલીસ ત્રાટકી....
પોલીસે આ સ્થળે રેડ કરતા કુટણખાણું ચલાવનાર બંનેને ત્રણ લલનાઓ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂ.2,980 અને રૂ.7,500ના 4 મોબાઇલ તથા કેટલીક સામગ્રી મળી કુલ 10,480 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કરીમ અને અબુબકર સામે કાર્યવાહી હાથ ધરી છે.
આ બંને જણા બહારથી રૂપલલનાઓ બોલાવીને પૈસાની લાલચ આપી તેમનું શારિરીક શોષણ કરી તેમની પાસે શરીરસુખ માણવા ગ્રાહકો મોકલી વેશ્યાવૃત્તિ કરાવતા હતા. બંને ગ્રાહકો પાસેથી સેક્સના બદલામાં પૈસા વસૂલતા હતા. રેસીડેન્સી વિસ્તારમાં કુટણખાણું ચાલતું હોવાથી આસપાસના લોકો પણ કંટાળી ગયા હતાં.
પોલીસને બાતમી મળી હતી કે, તરોટા બજારમાં આવેલ કાંગાવાડ રીહયા રેસીડેન્સીની સામે મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ અમદાવાદનો કરીમ અહુદલી મુલ્લા તથા અબુબકર ફકીર સરદાર ભાડાનું મકાન રાખી કુટણખાણું ચલાવે છે.
આ કૂટણખાણું મૂળ પશ્વિમ બંગાળના અને હાલ અમદાવાદ રહેતા કરીમ અહુદલી મુલ્લા તથા અબુબકર ફકીર સરદાર ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ એસ.એફ.ગોસ્વામી તથા ટાઉન ઇન્ચાર્જ પી.આઇ એલ.કે.પઠાણ તથા તેમની ટીમને આ કૂટણખાના અંગે બાતમી મળી હતી.
નવસારી: નવસારીના તરોટા બજાર વિસ્તારમાંથી કુટણખાણું ઝડપી પાડી બે દલાલ અને 3 લલના સહિત પાંચની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ દલાલો રૂપલલનાઓ સાથે રંગરેલિયાં મનાવતા હતા ત્યારે જ પોલીસે ત્રાટકીને તેમને રંગે હાથ ઝડપી લીધા હતા.