✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

48 કલાકમાં 10 જગ્યાએ ફર્યો હાર્દિક પટેલ, કાપ્યુ 1200 કિમી અંતર, જાણો ક્યાં-ક્યાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jul 2016 12:17 PM (IST)
1

રાજસ્થાન બોર્ડર પહેલા તે શામળાજી મંદિરે દર્શન કર્યા હતા. તે બાદ તે ઉદેયપુર પહોંચ્યો હતો.

2

તે પછી હાર્દિક સીદસરમાં પાટીદારો સમર્થકોને મળવા પહોંચ્યો હતો. સીદસર બાદ હાર્દિક ખોડલધામ મંદિર પહોંચ્યો હતો. જ્યાં તેને સાકરથી તોલવામાં આવ્યો હતો.

3

શનિવારે સવારે તે વીરમગામ પોતાના ઘરે જવા નીકળ્યો હતો. જ્યાં પોતાના પરિવારને મળ્યો હતો. તે પછી સ્થાનિક મંદિરમાં હાર્દિકે પરિવાર સાથે પૂજા કરી હતી.

4

રવિવારે સવારે તે ફરી પોતાના ગામ વીરમગામ પહોંચીને પરિવારને મળ્યો હતો. થોડા જ સમયમાં રાજસ્થાન જવા રવાના થયો હતો.

5

આ પછી હાર્દિક પોતાના કાફલા સાથે સાળંગપુરમાં હનુમાન મંદિર પહોંચીને ત્યાં દર્શન કર્યા હતા.

6

ખોડલધામથી હાર્દિક સૌરાષ્ટ્ર તરફ રાજકોટ પહોંચ્યો હતો. અહીં પણ પાટીદારોને મળ્યો હતો. રાજકોટથી હાર્દિક પટેલ મોરબી પહોંચ્યો હતો.

7

સુરતની લાજપોર જેલમાંથી શુક્રવારે છૂટ્યા બાદ તે અમદાવાદ માટે રવાના થયો હતો. જ્યાં તે પાટીદાર વસ્તી ધરાવતા વસ્ત્રાલમા પોતાના કાકાને ત્યાં રાત રોકાયો હતો. અહીં અડધી રાત્રે પણ પાટીદારોએ હાર્દિકનું સ્વાગત કર્યુ હતું.

8

તે બાદ હાર્દિક ફરી અમદાવાદ આવવા રવાના થયો હતો. અહીં હાર્દિક પોતાના વકીલ સાથે સેશન્સ કોર્ટમાં ઉદેયપુરના રહેઠાણનું સરનામુ આપવા ગયો હતો.

9

અમદાવાદ: હાર્દિક પટેલ 48 કલાક બાદ હવે રાજસ્થાન પહોંચી ગયો છે, જ્યાં ઉદેયપુરમાં તે આવતા છ મહિના સુધી રોકાશે. આ 48 કલાકમાં હાર્દિક કુલ 10 જગ્યાએ ફર્યો જેમાં તે પાટીદારોને મળ્યો. તે જે પણ જગ્યાએ ગયો પાટીદારોના હજારોના ટોળાએ તેનું સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા. સવાર હોય કે અડધી રાત જ્યાં પણ હાર્દિક તેના કાફલા સાથે પહોંચતો ત્યાં લોકો ફૂલ-હાર સાથે તેના સ્વાગત માટે જમા થઈ ગયા હતા. સમાજના નેતાની એક ઝલક માટે લોકો રીતસર પડાપડી કરી હતી.

  • હોમ
  • ગુજરાત
  • 48 કલાકમાં 10 જગ્યાએ ફર્યો હાર્દિક પટેલ, કાપ્યુ 1200 કિમી અંતર, જાણો ક્યાં-ક્યાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.