હાઈકોર્ટમાં શારદાબા અને બીજા કોણે આપ્યા હાર્દિકને જામીન? જાણો તેમના વિશે
અમદાવાદઃ વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલના ઘર પર હુમલો અને લોકોને ઉશ્કેરવાના કેસમાં હાઈકોર્ટે સોમવારે પાટીદાર નેતા હાર્દિક પટેલને જામીન આપી દેતાં હાર્દિકની જેલમાંથી મુક્તિનો માર્ગ મોકળો બની ગયો છે. હાર્દિકને જામીન મળ્યા એ સમાચાર ચમક્યા પણ હાર્દિક માટે જામીન કોણે આપ્યા તેની બહુ નોંધ નથી લેવાઈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશારદાબેન પટેલ મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ઉનાવા ગામનાં વતની છે. ઉનાવામાં બધા કાર્યક્રમોમાં આગેવાની લેતાં હોવાના કારણે લોકો શારદાબેનને સરપંચના હુલામણા નામથી બોલાવે છે. પાટીદાર અનામત આંદોલનમાં પણ શારદાબાએ સક્રિય ભાગ લીધો છે. જ્યારે કિર્તીભાઈ પટેલ વિસનગરના દેણપ ગામના વતની છે. બંને 10-10 હજારના વિસનગર સેશન્સ કોર્ટમાં આવી જામીન આપ્યા હતા.
હાર્દિક વતી કોણે જામીન આપ્યા તેની વાત જાણશો તો તમે ચોંકી જશો કેમ કે હાર્દિક વતી 65 વર્ષનાં એક વૃધ્ધા અને અન્ય એક પાટીદારે જામીન આપ્યા છે. 65 વર્ષનાં શારદાબબેન પટેલ અને કિર્તીભાઈ પટેલે હાર્દિક વતી જામીન આપ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -