હાર્દિકે રૂપાલા પર કર્યો કેવો કટાક્ષ? કેશુબાપાનાં કઈ રીતે કર્યાં વખાણ? કમળનું જ્યુસ અમે પણ પીધું તુ પણ.......
હાર્દિકે હુંકાર કર્યો કે, પાટીદાર સમાજ માટે આપણે કશું ના કરીએ તો પાટીદાર માતાનુ ધાવણ લાજે. હાર્દિકે કહ્યું કે, રાષ્ટ્રદ્રોહથી મોટો કોઇ ગુન્હો નથી અને સરકારે નાની ઉંમરે મને બધી સજા કરી દીધી તેથી હવે તો, લાજપોર જેલ પણ હોસ્ટેલ જેવી લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે એવો કટાક્ષ પણ કર્યો કે કમળનું જ્યુસ તો અમે પણ પીધુ તુ, પરંતુ તે નરી ખાંડ નાખીને ગળ્યું બનાવાયું હતું. હાર્દિક પટેલે ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યા બાદ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે આપણે પાટીદારો માટે કોઇ પણ ભોગે અનામત લેવાની છે અને ન આપે તો ઝૂંટવી લેતાં પણ પાટીદારોને આવડે છે.
હાર્દિકે જણાવ્યું કે, અમે એક, બે અને ત્રણ વખત અનામત માંગીશુ, પરંતુ ચોથી વખત પાડી દઇશું.આ સભામાં હાર્દિકે ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પરસોત્તમ રૂપાલા પર કટાક્ષ કર્યો હતો કે, રૂપાલા જેવું સારૂ ભાષણ કરતાં મને નથી આવડતુ પણ સમાજ માટે ખપી જવા ઘરેથી નીકળ્યો છું.
હાર્દિકે કેશુભાઈ પટેલનાં વખાણ કરતાં કહ્યું કે, કેશુબાપા વખતે ગુજરાતનું દેવુ ૩૬૦૦૦ કરોડ રૂપિયા હતું, જે વધીને હાલમાં ૩ લાખ કરોડ રૂપિયા પહોચ્યું છે. દેવુ કરીને વિકાસ તો કોઇ પણ કરી શકે. તેણે કહ્યું કે, કેશુબાપાએ સમાજ માટે ખૂબ કર્યુ પણ આપણે કેશુબાપા માટે કશુ ન કરી શકયા.
પાટડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અબ્બાસખાન મલેક, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતીનાં ચેરમેન મીનાક્ષીબેન રાઠોડે પણ હાર્દિકનું હાર પહેરાવી સ્વાગત કર્યુ હતું. હાર્દિક પટેલે સરકાર તરફી પાટીદારો પર આડકતરા પ્રહરા કરતાં જણાવ્યું કે, સમાજ માટે અનામતમાં સાથ ના આપો તો કાંઇ નહી, પરંતુ ભાગલા ન પડાવો.
પાટડીઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા હાર્દિક પટેલે રવિવારે માલવણના ઉમા સંકુલ ખાતે દર્શન કરીને જંગી સભાને સંબોધી હતી. હાર્દિક પટેલ બાઇક રેલી દ્વારા ખેરવાથી માલવણ પહોંચ્યો ત્યારે શેડલાના સરપંચ મોબતખાન મલેકે હાર્દિકનું સાફો પહેરાવી સ્વાગત કર્યુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -