દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદઃ વલસાડમાં ઘરમાં ઘૂસી ગયા પાણી; દમણ, દાદરાનગર હવેલીના ગામોમાં એલર્ટ
છોટાઉદેપુરમાં રાત્રીથી સતત વરસાદ ચાલુ છે. રાત્રી દરમિયાન 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં છોટાઉદેપુરમાં 3.1 ઈંચ, કવાંટમાં 1.4 ઈંચ, જેતપુરપાવીમાં 0.7 ઈંચ, સંખેડામાં 0.6 ઈંચ, બોડેલીમાં 0.3 ઈંચ અને સવાડીમાં 0.3 ઈંચ વરસાદ પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડઃ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થતાં કેટલા ગામો પાણીથી તરબોળ થઈ ગયા છે, જ્યારે કેટલાય ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે ભેખડ ધસી પડી હતી. જ્યારે વઘઇ-સાપુતારા રોડ પર ભેખડ ધસી પડતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. નવસારીની વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા નદી અને પૂર્ણા નદીઓમાં એલર્ટ જાહેર કરાયું છે.
ડાંગમાં 24 કલાકમાં 578 મીમી વરસાદ નોંધાયો છે. આહ્વામાં 76 મીમી, સુબીરમાં 103 મીમી, વઘઈ 132 મીમી અને સાપુતારામાં 267 મીમી વરસાદ નોંધાયો હતો. વલસાડમાં 1.5 ઈંચ, પારડીમાં 9 ઈંચ, વાપી 8.5 ઈંચ, ઉમરગામમાં 3 ઈંચ, ધરમપુર 12.5 ઈંચ, કપરાડા 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
દમણગંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. નદી કિનારાના દમણ, દાદરાનગર હવેલીના ગામોને એલર્ટ કરાયા છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જો કે કેટલાક દિવસથી ઉપરવાસમાં વરસાદની ધીમી ગતિ બાદ સોમવારની રાત્રિથી ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. ધરમપુર અને કપરાડા તાલુકામાં મૂશળધાર વરસાદ ઝિંકાતા અને વાપી, ઉમરગામ અને પારડી તાલુકામાં પણ ધોધમાર વરસાદનાં પગલે ઠેર ઠેર પાણીના દ્રશ્યો સર્જાયા હતાં.
વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, જેને કારણે ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. ડેમમાં 1 લાખ 82 હજાર 861 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 74.90 મીટર એ પહોંચી છે. ડેમના 10 દરવાજા 3 મીટર ખોલાયા છે. ડેમમાંથી 1 લાખ 33 હજાર 457 ક્યૂસેક પાણી છોડાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -