‘પાવર ઓફ પાટીદાર’ને રીલીઝની મંજૂરીની નાઃ સેન્સર બોર્ડને પડ્યા કેવા વાંધા ? જાણો
પાટીદાર આંદોલન પર બનેલી આ ફિલ્મ અટવાતાં આ વિષય પર બની રહેલી બીજી પાંચેક ફિલ્મોના ભાવિ સામે પણ સવાલો ઉભા થયા છે. આ પહેલાં બીજી એક ફિલ્મમાં પણ સો કટ સૂચવાયા હતા. સેન્સર બોર્ડનું આ વલણ જોતાં ફિલ્મના નિર્માતા માટે હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવવા સિવાય બીજો વિકલ્પ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેન્સર બોર્ડે એવી પણ દલીલ કરી છે કે ફિલ્મમાં આનંદીબેન જેવો ગેટઅપ ધરાવતાં મહિલા મુખ્યમંત્રી છે, પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનરોનાં નામ પણ અસલી છે. એક બાળક નરેન્દ્ર મોદીનું નામ બોલે છે અને બીજાં ઘણાં અસલી પાત્રો છે. આ બધું નિયમો વિરૂધ્ધ છે તેથી ફિલ્મને મંજૂરી ના મળે.
દીપક સોનીએ ફિલ્મમાં સેન્સર બોર્ડ કહે તે કટ કરવાની તૈયારી બતાવી હતી પણ સેન્સર બોર્ડના સભ્યોએ આખી ફિલ્મને જ કટ કરી દીધી. સેન્સર બોર્ડના સભ્યોની દલીલ એવી છે કે ફિલ્મમાં હાર્દિક પટેલના પરિવારનું અસલી નામ, પરિવાર અને હાર્દિકને બતાવ્યો છે તેથી ફિલ્મને મંજૂરી નહીં મળે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન અને આ આંદોલનના નેતા હાર્દિક પટેલના જીવન પરથી બનેલી ફિલ્મ ‘પાવર ઓફ પાટીદાર’ને સેન્સર બોર્ડે મંજૂરી ના આપતાં આ ફિલ્મ રીલીઝ થશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા ઉભી થઈ છે. સેન્સર બોર્ડે મૌખિક રીતે ફિલ્મના નિર્માતાને કહી દીધું છે કે તમારી ફિલ્મ રીલીઝ કરાય એવી નથી.
‘પાવર ઓફ પાટીદાર’ના નિર્માતા દીપક સોનીએ આપેલી માહિતી પ્રમાણે 22 જુલાઈના રોજ સેન્સર બોર્ડના બે સભ્યોએ મુંબઈના ફેમસ સ્ટુડિયોમાં આ ફિલ્મ જોઈ હતી. એ પછી તેમણે ચર્ચા કરીને ફિલ્મને મંજૂરીનો ઈન્કાર કરી દીધો હતો. આ બે સભ્યોમાં એક ભાજપ સમર્થક સભ્ય પણ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -