આગામી 48 કલાક સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં થશે અતિભારે વરસાદ અને ક્યાં મળશે રાહત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: મેઘરાજા ફરી અનરાધાર વરસી રહ્યા છે. છેલ્લા બે દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર - ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ ચાલુ છે. દરમિયાન હવામાન ખાતા દ્વારા આગામી ૪૮ કલાક સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એક-બે દિવસમાં તમામ ડેમો ભરાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના વ્યકત કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના મોટાભાગોમાં બેફામ વરસાદ પડશે તેવું જણાવાયું છે.
ગામલોકોની આટલી મુશ્કેલી ઓછી હોય તેમ ધારૈય ડેમ 8 ફૂટની સપાટીએ ઓવરફ્લો થતા આ પાણી આ બધા ગામમાં આવતા ચારેકોર પાણી પાણી જ નજરે ચડતું હતું. જો કે રાત્રે વરસાદનું જોર થોડુ ઓછુ થતા જોખમ ટળી ગયું હતું. અન્યથા એક સમયે તો ધારૈય ડેમ તુટવાનું જોખમ ઉભું થતા તમામ ગામના લોકો ભયના ઓથાર હેઠળ આવી ગયા હતા. ભારે વરસાદના પગલે નદી નાળાઓ અને ચેકડેમો ઓવરફ્લો થઇ જવા પામ્યા છે.
ગામો બેટમાં ફેરવાતા વાહન વ્યવહાર પણ સદંતર બંધ થઇ જવા પામ્યો હતો. નાના માત્રા ગામની સ્થિતિ અત્યંત કફોડી બની ગઇ હતી અને લોકોના ઘરમાં બે-બે ફુટ પાણી ભરાઇ ગયા હતા અને નાના માત્રા ગામની ભૌગોલિક સ્થિતિ જ એવી છે કે થોડા વરસાદના પગલે પણ ચારેકોર પાણી પાણી થઇ જતું હોય છે. આવા ભારે વરસાદના પગલે અમુક કાચા મકાનો પડી જવાના અહેવાલ પણ મળે છે. ત્યારે લોકોની સ્થિતિ જાયે તો જાયે કહાં જેવી થવા પામી છે.
ભારે વરસાદ અને મચ્છુ-2 ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લઇને મોરબીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મચ્છુ ડેમની આજુબાજુના ગામડામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 1979 પછી પહેલી વખત આટલું પાણી આવવાથી લોકોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે. આટલા મોટા પાણીના પ્રચંડ પ્રવાહથી મચ્છુ હોનારતની યાદ તાજી કરાવી છે.
આ ઉપરાંત કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં પડેલા અનરાધાર વરસાદથી રાજ્યના મોટા ભાગના ડેમો તથા જળાશયો ઓવર ફ્લો થયા છે. હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
હવામાન વિભાગ અનુસાર ગુજરાત અને પશ્વિમ બંગાળ એમ 2 સ્થળે સર્જાયેલી સિસ્ટમ ભેગી થઈ છે. જેથી લો પ્રેશર બનતા જે સ્ટ્રોંગ સિસ્ટમ બની છે. જેનાથી વરસાદ વરસી રહ્યો છે અને આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર 22, 23 જૂલાઇએ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.
હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું છે કે સમગ્ર ગુજરાત ઉપર હવાનું હળવુ દબાણ સર્જાયુ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર બે સિસ્ટમ્સ સક્રિય છે. ઓફસોરટ્રફ પણ સૌરાષ્ટ્ર ઉપર છવાયેલ છે. આમ ત્રણેક સિસ્ટમ્સ એકસાથે સક્રિય હોય અગાઉ આપેલી આગાહી મુજબ ૪૮ કલાક સમગ્ર ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદ પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -