અમદાવાદમાં મોડી રાતથી વરસાદની દે ધનાધન, શહેર થયું પાણી-પાણી
હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું છે કે સમગ્ર ગુજરાત ઉપર હવાનું હળવુ દબાણ સર્જાયુ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર બે સિસ્ટમ્સ સક્રિય છે. ઓફસોરટ્રફ પણ સૌરાષ્ટ્ર ઉપર છવાયેલ છે. આમ ત્રણેક સિસ્ટમ્સ એકસાથે સક્રિય હોય અગાઉ આપેલી આગાહી મુજબ ૪૮ કલાક સમગ્ર ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદ પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન આજે ખાસ કરીને ગુજરાતના ઉત્તરના ભાગોમાં અનરાધાર વરસાદ ચાલુ રહેશે. આ લખાય છે ત્યારે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચાલુ હોવાનુ જાણવા મળે છે.
અમદાવાદ: શુક્રવારે મોડી રાતથી સમગ્ર શહેરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓમાં સતત બીજા દિવસે પણ પાણી ભરાઇ ગયા હતા. રાતના 10 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ શનિવાર સવાર સુધી ચાલુ રહેતા સમગ્ર શહેર પાણીમાં તરબોળ થઈ ગયું છે. પશ્વિમ અને મધ્ય ઝોનમાં એક કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.
આજે સાંજ સુધીમાં તમામ ડેમો ભરાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના વ્યકત કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના મોટાભાગોમાં ધોધમાર વરસાદ પડશે તેવું જણાવાયું છે.
હવામાન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર - ગુજરાતમાં રેડએલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. પ્રવાસીઓ અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. પ્રવાસીઓને હાઈવે ઉપર પણ વાહનો લઈ ન જવા ચેતવણી આપી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -