નવસારીઃ ઉશ્કેરાયેલા જયેશે ધક્કો મારતાં બેડ પર પડેલી શીતલ બૂમો પાડવા લાગી, પછી શું થયું?
કામવાળી શીતલના ઘરે એક કલાક કરતાં વધુ સમય સુધી ઘરમાં કામ કરતી હતી, પરંતુ સૂચના હોવાથી તેણે બેડરૂમનો દરવાજો ખોલ્યો નહોતો. કેમકે, જયેશ હત્યા કર્યા પછી બેડરૂમનો દરવાજો બહારથી બંધ કરતો ગયો હતો. એટલું જ નહીં, તેણે પોતાના ફિંગરપ્રિન્ટ પણ હથિયાર પરથી દૂર કરી દીધા હતા. જોકે, પોલીસે કામવાળીના નિવેદનને આધારે તપાસ કરતાં જયેશ પકડાઇ ગયો હતો અને પૂછપરછમાં તેણે આ કબૂલાત આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશીતલની હત્યા કર્યા પછી જયશે આગળના દરવાજે બહાર નીકળી ગયો હતો અને પોતાની બાઇક લઈને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ તે રાબેતા મુજબ ઘરના પાછલા દરવાજેથી ઘરમાં આવી હતી. અગાઉથી સૂચના હોવાથી રૂમનો દરવાજો બંધ હોવાથી તેણે બેડરૂમનો દરવાજો ખોલ્યો નહોતો અને તે સફાઇ માટે ત્યાં ગઈ નહોતી. તેમજ સૂચના હોવાથી તેણે વાસણો પણ સાફ કર્યા નહોતા.
શીતલના શ્વાસ હજું ચાલું હોવાનું જણાતાં જયેશે નજીકમાં પડેલો લેપટોપનો વાયર લઈને ગળેટૂંપો આપી દીધો હતો. જ્યારે એક વાયર પંખા સાથે બાંધી દીધો હતો. આમ છતાં પણ શીતલ જીવતી હોવાની આશંકાને પગલે તેણે ચપ્પુ અને કાતરના ઘા મારી દીધા હતા. દરમિયાન કામવાળીનો આવવાનો અવાજ થતાં તે બેડરૂમમાંથી નીકળી ગયો હતો અને તેણે જતાં પહેલા શીતલના પર્સમાંથી હજારથી બારો ચોરી લીધા હતા.
આમ છતાં શીતલે રૂપિયા ન આપતાં જયેશ ઉશ્કેરાઇ ગયો હતો અને શીતલને પાછળથી ધક્કો મારતાં શીતલ બેડ પર પટકાઇ ગઈ હતી અને તેને બેડનો ખુણો આંખના ભાગે વાગી જતાં તેને ઇજા પહોંચી હતી. આથી ગભરાઇ ગયેલી શીતલ બૂમો પાડવી લાગી હતી. તેને રોકવા જયેશે બેડ પર પડેલું ઓશીકુ તેના મોઢે દબાવી દીધું હતું. આથી શીતલ બેભાન થઈ ગઈ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, ગત 12મી જુલાઇએ શીતલે ચોવીસીમાં રહેતા જયેશ બાબુભાઈ હળપતિને ગિઝર રિપેર કરવા માટે બોલાવ્યો હતો. આથી તે સવારે 11 વાગ્યે શીતલના ઘરે આવ્યો હતો. શીતલે પહેલા બાથરૂમનો નળ ખરાબ હોવાનું જણાવી તે રિપેર કરાવ્યો હતો. આ પછી પહેલા માળે વરસાદનું પાણી જતું હોવાથી તે પાઇપલાઇન રિપર કરવાનું જણાવ્યું હતું. જેના માટે જયેશે 400 રૂપિયા કહ્યા હતા.
રિપેરિંગનું કામ પત્યા પછી શીતલબેને જયેશને 200 રૂપિયા આપ્યા હતા. આથી જયેશે વધુ 300 રૂપિયાની માગણી કરી હતી. તેણે આ માટે માંદગીનું કારણ આગળ ધર્યું હતું. જોકે, શીતલે વધુ રૂપિયા આપવાની ના પાડી હતી અને તે પોતાના બેડરૂમ તરફ જવા લાગી હતી. આથી જયેશ પણ તેની પાછળ પાછળ ગયો હતો.
નવસારી: ગત 12મી જુલાઇએ નવસારીના જમાલપોરમાં રહેતી શીતલ દેસાઇની તેના બેડરૂમમાં જ હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે તપાસ કરતાં સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે શીતલના ઘરે કામ કરતી ટીના રાઠોડના નિવેદનને આધારે હત્યારાને ઝડપી પાડ્યો છે અને સમગ્ર હત્યા પ્રકરણ પરથી પડદો ઊંચકાઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -