રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યારથી શરૂ થશે ધોધમાર વરસાદ? ક્યાં સુધી રહેશે ઉકળાટ?
અમદાવાદઃ ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ અનુસાર 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થવાની શક્યતા છે.
અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરોનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી પાર કરી જતાં લોકોએ ઉનાળાની કાળઝાળ ગરમીની સાથે ભારે બફારા વચ્ચે દિવસ પસાર કરવાનો વારો આવ્યો હતો. જોકે, સાંજ પછી ઠંડો પવન ફૂંકાયો હતો. સમગ્ર રાજ્યમાં 37.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદમાં રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યું હતું. ત્યારબાદ ડીસા, સુરત અને ભુજ-36.6, કંડલા પોર્ટ અને સુરેન્દ્રનગર- 36.5, ઇડર-36.4, રાજકોટ- 36.3 તેમજ વડોદરામાં 36.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
છેલ્લા થોડાક દિવસથી સમગ્ર રાજ્યમાં ગરબી અને બફારો વધતા ઉનાળા જેવો માહિર સર્જાયો છે. ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રી પાર કરી ગયો હતો. સમગ્ર રાજ્યમાં અમદાવાદ 37.2 ડિગ્રી સાથે રાજ્યનું હોટેસ્ટ સિટી થયું હતું.
હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.2 ડિગ્રીએ પહોંચતાં મંગળવાર સપ્ટેમ્બર મહિનાનો સૌથી ગરમ દિવસ સાબિત થયો હતો. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.1 ડિગ્રી વધીને 37.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.8 ડિગ્રી વધીને 26.4 ડિગ્રી નોંધાયું હતું.