સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં આસોમાં અષાઢી માહોલ: જડકલામાં પાંચ ઈંચ, ખેલૈયાઓ નિરાશ
તોફાની પવન સાથે વરસાદના લીધે અનેક છાપરા ઉડી ગયા હતા. અનેક બેનરો પણ ઉડી ગયા હતા. ગરબાના મેદાનોમાં પાણી ભરાઈ જતા નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખુરશીઓ પણ મેદાનમાં તરતી જોવા મળી હતી. ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. અમદાવાદ ઉપરાંત ગુજરાતમાં વિવિધ ભાગોમાં વરસાદ થયો છે. જેમાં જુનાગઢ, રાજકોટ, સુરત, વડોદરા, અમરેલીનો સમાવેશ થાય છે.
વરસાદના લીધે ખેલૈયાઓ માટે આજે ત્રીજુ નોરતુ પાણીમાં ગયું હોય તેમ વિવિદ રાસોત્સવના મેદાનો પાણીથી ભરાઈ ગયા છે તેમજ ભારે પવન હોવાથી બેનરો ઉડી ગયા હતા.
રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં બપોર બાદ ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડી જતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. જૂનાગઢમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે જૂનાગઢ જિલ્લાના ઉનામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે અમરેલી જિલ્લામાં છુટો છવાયો વરસાદ પડયો જોવા મળ્યો હતો.
સાત ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે જેને પગલે આખી નવરાત્રિમાં વરસાદ હેરાન કરે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહીથી ગરબા લવર્સમાં નિરાશા જોવા મળી રહી છે.
એસજી હાઈવે, જુહાપુરા, વેજલપુર, જીવરાજ, બોડકદેવ વગેરે વિસ્તાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદ ઉપરાંત રાજકોટમાં પણ વરસાદે ખલૈયાઓને નિરાશ કર્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
જૂનાગઢમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે જસદણ પંથકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. ભમોદ્રા ગામમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે જડકલા ગામમાં એક કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેતપુર અને વીરપુરમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. બપોર પછી વાદળછાપા વાતાવરણ વચ્ચે આજે અમદાવાદમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે ખેલૈયા અને આયોજકો ચિંતામાં પડી ગયા છે.
આગામી પાંચ દિવસ દરમ્યાન રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીથી ગરબા પ્રેમીઓમાં ભારે નિરાશા ફેલાઈ ગઈ છે. આજે બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં ખાબક્યો હોવાના અહેવાલ છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં તોફાની વરસાદ થયો છે. બીજી બાજુ જુનાગઢમાં બે કલાકમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જડકલામાં એક કલાકમાં પાંચ જેટલો વરસાદ નોંધાતા ચારેબાજુ પાણી ભરાયા હતા. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, અરવલી જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ થયો છે.
અમદાવાદ: ગુજરાતમાં હવામાનમાં એકાએક જોરદાર પલ્ટો આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થયો છે. સોમવારે સમગ્ર રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. એકથી પાંચ ઈંચ સુધીનો વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. જેને કારણે અનેક સ્થળે ગરબાના મંડપ તુટી પડ્યા હતા. ગરબાના મેદાનમાં પાણી ભરાઈ ગયાં હતાં. સોમવારે રાજ્યમાં અનેક સ્થળે વીજળી પડી હતી, જેમાં અમદાવાદમાં એક કિશોર અને મોરબીના માણેકવાડામાં એક યુવાનનું મોત થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -