પાકિસ્તાનનો નાપાક ઈરાદોઃ બે બોટ ભારતીય સીમામાં ઘૂસી, ક્યાં થઈ શકે હુમલો ? જાણો
ઉચ્ચ સરકારી સૂત્રોના જણાવ્યનુસાર, કોસ્ટ ગાર્ડ અને નેવીને એન્ટેલિજન્સ ઇનપુટ્સ આપવામાં આવ્યા છે અને સાથે જ ગુજરાતના દરિયાકાંઠના વિસ્તાર પર વધારે સતર્ક થઈ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલિસના મોટા અધિકારી અનુસાર બીએસએફની હાજરી ઉપરાંત સેના અને નેવી, દરિયાકાંઠાના જિલ્લાની 22 ચેકપોસ્ટને એલર્ટ કરી દેવામાં આવી છે.
રાજ્યની સુરક્ષા એજન્સિઓને પણ કહેવામાં આવ્યું છે કે, ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં કેમ્પ કરી જેથી આતંકવાદી હુમલા અથવા ઘૂસણખોરીની સ્થિતિનો જેવી અપ્રિય ઘટનાનો સામનો કરી શકાય. ઉરાંત ગુજરાતના પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્ચષ પાટણ અને બનાસકાંઠામાં સુરક્ષા વધારવામાં આવી છે.
એક મોટા પોલિસ અધિકારી અનુસાર સરહદ સાથે જોડાયેલ ચાર જિલ્લામાં 16 અતિ સંવેદનશીલ રસ્તાની ઓળખ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના 7 રસ્તા પર 14 કેમલ પેટ્રોલ પાર્ટીને મુકવામાં આવ્યા છે. તેવી જ રીતે પૂર્વ કચ્છમાં 4 રસ્તા પર કેમલ પેટ્રોલ પાર્ટીને મુકવામાં આવી છે. પાટણમાં બે રસ્તા પર અને બનાસકાઠામાં ત્રણ રસ્તા પર મુકવામાં આવી છે.
મલ્ટી એજન્સી સેનટ્રના ઇન્ટેલિજન્સ ઇનપુટમાં બોટની લંબાઈ અને પહોળાઈની જાણકારી આપવામાં આવી છે. સાથે જ એ જાણકારી પણ આપવામાં આવી છે કે, તેમાંથી એક બોટમાં કેટલીક ટેકનીકલ ખામી આવી છે જે બીજી બોટ એકદમ ઠીક છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યાનુસાર ભારતીય કોસ્ટ ગાર્ડ પહેલાથી જ એલટ્ છે અને તેનું જ પરિણામ છે કે પોરબંદરના કિનારે 9 લોકો સહિત એક પાકિસ્તાની બોટને પકડવામાં આવી હતી. રવિવારે પકડવામાં આવેલ બોટ વિશે કોસ્ટ ગાર્ડના અધિકારીએ જણાવ્યું કે, પ્રથમ દૃષ્ટિએ આ માછીમારીની બોટ હોય એવું લાગે છે. જોકે તેમાં સવાર તમામ લોકોને સુરક્ષા એજન્સીઓ પૂછપરછ માટે પોરબંદર લઈ ગઈ છે.
અમદાવાદઃ એલઓસી પર સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની સરહદને અડીને આવેલ ભારતના તમામ રાજ્યોને હાઈ એલર્ટ પર છે. હાલમાં જ પોરબંદર ખાતે પાકિસ્તાનની એક બોટ પકડવામાં આવી છે ત્યારે મલ્ટી એજન્સી સેન્ટર (MAC)એ ગુજરાત સહિત તમામ દરિયાકાંઠો ધરાવતા રાજ્યોને એલર્ટ જારી કરવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના કરાચીથી નીકળીબે બે સંદિગ્ધ બોટ ગુજરાત અથવા મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -