હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઈને નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
હાર્દિક પટેલે ઉપવાસ પહેલા એક પત્રકાર પરિષદને સંબોધી હતી. તેણે કહ્યું હતું કે, ગમે તે થાય ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. ગુજરાત પોલીસ બંધારણની વિરુદ્ધમાં કામ કરી રહી છે. પોલીસ પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે. ગુજરાતમાંથી 16 હજાર કરતા વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે તેવો દાવો હાર્દિક પટેલે કરી હતી.
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ કરવાને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. સરદારે લોકોને જોડ્યા અને કોંગ્રેસે લોકોને તોડવાનું કામ કરી રહી છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિરીક્ષણ કરતી વખતે નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ હાર્દિકના ઉપવાસને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેટલાંક લોકો સમાજમાં અશાંતિ ફેલાવવા માટે કામ કરી રહ્યાં છે. તેઓ સમાજને તોડવા અને ભાગલા પડાવવા માટે કામ કરી રહ્યાં છે. આવા લોકોને ગુજરાતની જનતા જાણે છે.
નર્મદાઃ પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ આજે અમદાવાદમાં આમરણાંત ઉપવાસ શરૂ કરવાનો છે. આ માટે રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ હાર્દિકના આંદોલનને સમર્થન આપવા માટે અમદાવાદ આવી રહેલા અનેક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. મોટાભાગના જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.