ડાંગ: સોનગઢમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, બે કલાક 9 ઈંચથી પાણી જ પાણી, નદીઓ ગાંડીતૂર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ગણદેવીના કાંઠા વિસ્તારના 26 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદના થયો હતો જેના કારણે જિલ્લાના અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થાય તેવી શક્યતા છે.
ગઈ કાલથી ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતી સર્જાઈ હતી. વઘઈ નદીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું હતું. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા, વઘઈ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
દક્ષિણ ગુજરાતમાં આ વખતે સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં ગઈ કાલનો શરૂ થયેલ ધોધમાર વરસાદ આજે પણ વરસી રહ્યો છે જેના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું છે. જ્યારે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ભારે વરસાદના પગલે સાપુતારામાં આવતા પ્રવાસીમાં ખુશી જોવા મળી હતી. જ્યારે ડાંગ જિલ્લામાં આવેલા વોટરફોલ પણ ચાલુ થઈ ગયા હતા.
ડાંગ જિલ્લાના સોનગઢમાં 8 ઈંચ, વાલોડમાં 1 ઈંચ, ડોલવણમાં 3 ઈંચ, વ્યારામાં 3 ઈંચ સહિત સમગ્ર જગ્યાએ ધોરમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાના ધોધ વહેતા થયા હતાં.
નવસારી: ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલથી શરૂ થયેલા વરસાદે ડાંગ જિલ્લામાં 9 ઈંચ જેટલા વરસાદ વરસતા સમગ્ર જગ્યાએ પાણી જ પાણી થી ગયું છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જોકે ડાંગમાં આવેલ અંબિકા નદીમાં ધોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -