ગુજરાતમાં 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ક્યા વિસ્તાર થશે જળતરબોળ
લખતર નજીક દેદાદ્વારા પાટીયા પાસે નવો પુલ બનાવવામાં આવ્યો હતો જે ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો. પુલ તૂટતા જ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જેને કારણે અવર-જવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગરના ચોટીલામાં 15 કલાકમાં 24 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે લોકો મુશ્કેલી પડી રહી હતી. જોકે, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જ્યારે અમદાવાદ-સુરેન્દ્રનગર હાઈવે બંધ કરાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં 15 કલાકમાં 24 ઈંચ વરસાદ ખાબક્યો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ રહ્યું છે. ભારે વરસાદના કારણે ચોટીલા જલમય થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. 24 ઈંચ વરસાદ પડવાથી તળાવો પણ છલકાઈ ગયાં હતાં. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે નાયકા ડેમના 20 દરવાજા ખોલાયા હતા, જ્યારે શહેરના બંન્ને પુલ બંધ કરી દેવામાં આવ્યા હતાં.
રાજકોટમાં શુક્રવારથી શરૂ થયેલા વરસાદે ક્ષણિક વિરામ લઇ શનિવારે ફરી રમઝટ બોલાવી હતી અને બપોર સુધીમાં સમગ્ર શહેરને પાણી પાણી કરી દીધું હતું. રાજકોટમાં 16 ઇંચ વરસાદ પડી ગયો છે અને હજુ રાજકોટ સહિતના શહેરોમાં આગામી 17 જુલાઈ સુધી વધુ 10 ઇંચ વરસાદે પડે તેવી આગાહી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને પગલે શાળા અને કોલેજો બંધ રાખવા કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ આદેશ આપ્યો છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શનિવારે પણ ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો તેના કારણે રાજ્ય સરકાર દોડતી થઈ ગઈ છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે તાત્કાલિક બેઠક બોલાવી રાજ્યમાં વરસાદ તથા તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને તંત્રને એલર્ટ રહેવા જણાવ્યું હતું. છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં પૂર જેવી સ્થિતી સર્જાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બહુ ખરાબ હાલત છે અને રાજકોટ તથા ચોટીલામાં વરસાદે ભારે તબાહી મચાવી છે.
આગાહી પ્રમાણે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ, 17 જુલાઈ સોમવાર સવાર સુધીમાં કચ્છના ભુજ, ગાંધીધામ, માંડવી, નલીયા, નખત્રણા સહિત બધી જગ્યાએ 10 ઈંચથી વધુ વરસાદની આગાહી યુરોપિયન સહિતના હવામાન મોડેલો કરી રહ્યાં છે. લો-પ્રેસર સિસ્ટમ્સ ખૂબ ધીમી ગતિએ કચ્છ તરફ સરકશે તેવું અનુમાન છે.
દક્ષિણ રાજસ્થાન પર સર્જાયેલ વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. હાલ હવાનું હળવું દબાણ સરકીને દક્ષિણ પાકિસ્તાન પર પહોંચતા રાજ્યમાં વરસાદનું જોર હળવું બન્યું છે. જોકે, તેમ છતાં આગામી 24 કલાકમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડશે, તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં મનમુકીને વરસદો વરસાદ આગળ પણ ચાલુ રહેવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી 24 કલાકમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. જોકે સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -