અમરનાથ યાત્રા પર હુમલામાં ઘાયલ વધુ એક ગુજરાતી મહિલાનું મોત, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ પર 10મી જુલાઈએ સોમવારે લશ્કર-એ-તોઈબાના આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં છ મહિલા સહિત કુલ સાત લોકોના મોત નિપજ્યાં છે. જયારે 19 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. સુરક્ષા દળોને અમરનાથ યાત્રિકો પર થયેલાં હુમલામાં સ્થાનિક આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો સાથે મળ્યો હોવાના સબૂત મળ્યાં છે.
અમરનાથ યાત્રા પર આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલાં લલિતાબહેનનું રવિવારે વ્હેલી સવારે સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું છે.તેમની શ્રીનગરની SKIMS હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ વલસાડના રહેવાસી છે.
નોંધનીય છે કે 10,જૂલાઇના રોજ અમરનાથ યાત્રીઓ પર હિઝબુલના આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સાત યાત્રીઓના મોત થયા હતા જેમાં પાંચ ગુજરાતીઓનો સમાવેશ થાય છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલામાં ઘાયલ એક ગુજરાતી મહિલાનું રવિવારે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. 47 વર્ષીય લલિતાબેન મૂળ વલસાડના વતની છે. તેમના મૃતદેહને શ્રીનગરથી વલસાડ લાવવામાં આવશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમરનાથ હુમલામાં મૃત્યુંઆંક આઠ થઇ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -