દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ શહેર સહિત રાજયભરમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષણિ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાવાની શકયતા છે. આ સિવાય રાજયના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ ચાલુ રહેશે.
રાજકોટના ગોંડલ, ચોટીલા, જેતપુર સહિતના તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. જેના કારણે રાજકોટવાસીઓએ આનંદની અનુભૂતિ કરી હતી. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ તેમની સારી એવી કૃપા વરસાવી હતી. જેમાં તાલાલાના બોરવાવમાં અઢી ઇંચ, ડોળાસામાં એક ઇંચ, જૂનાગઢ, ઉના,કોડીનાર સહિતના પંથકોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
વલસાડમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર ઉંડા પાણી ભરાઇ ગયા હતા. વલસાડમાં પાંચ ઇંચ વરસાદે સ્થાનિક જનજીવને ઘમરોળી નાંખ્યું હતું. ભરૂચના વાગરા તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભરૂચમાં પણ ઠેર-ઠેર પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા હતા. અમરેલીમાં પણ એક કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતાં અમરેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.
સુરતમાં નીચાણવાળા વિસ્તારોમાં બેઝમેન્ટવાળા કોમર્શિયલ કોમ્પલેક્ષમાં પણ દસ-દસ ફુટ ઉંડા પાણી ભરાઇ જતાં વેપારીઓ અને દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. સુરતના અડાજણ, ઓલપાડ, ચોર્યાસી, મોટા વરાછા, કતાર ગામ, નવસારી બજાર, રાંદેર, મોરા ભાગળ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
રાજયમાં હળવાથી લઇ ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ઘણો હાશકારો અનુભવ્યો હતો. હવામાનખાતાએ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ચોમાસાના પ્રારંભમાં જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ સાબિત થયો હતો. સુરતમાં પાંચ ઇંચથી વધુ, ભરૂચમાં પાંચ ઇંચ, વલસાડમાં ચાર ઇંચ, અમરેલીમાં એક જ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં તમામ નદી-નાળા છલકાઇ ગયા હતા.
અમદાવાદઃ રાજયમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મેઘરાજાની મહેરથી પ્રજાજનો ખુશખુશાલ થઇ ગયા હતા. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. જો કે, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, વલસાડ સહિતના ક્ષેત્રોમાં ભારે વરસાદ પડતા શહેરોમાં પાણી ભરાઇ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -